15 વર્ષથી બિઝનેસમેન સાથે અફેર હોવાની જાણીતી અભિનેત્રીની કબૂલાત, હવે લગ્ન કરશે
Keerthy Suresh: કીર્તિ સુરેશ સાઉથની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી શાનદાર ફિલ્મો આપી છે. હાલમાં કીર્તિ તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. કીર્તિએ બોયફ્રેન્ડ એન્ટોની થાટલ સાથેની પહેલી તસવીર શેર કરીને પોતાના લાંબા સમયના સંબંધો પર મહોર લગાવી છે.
એન્ટોનીની સાથે 15 વર્ષથી છે રિલેશનશિપમાં
કીર્તિ સુરેશે સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ એન્ટોની સાથે પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં અભિનેત્રી લાલ રંગની ફુલ સ્લીવ્ઝ ટી-શર્ટમાં જોવા મળી રહી છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ ગ્રે શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ તસવીર કપલની દિવાળી સેલિબ્રેશનની લાગી રહી છે. આ ફોટો પોસ્ટ કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, '15 યર્સ એન્ડ કાઉન્ટીંગ, અને હંમેશા રહેશે.'
Glow and Let Glow✨ pic.twitter.com/cwLvecIUgn
— Keerthy Suresh (@KeerthyOfficial) October 16, 2024
કીર્તિના ક્યારે કરશે લગ્ન?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપલ 11 ડિસેમ્બરે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. જેની ગોવામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કીર્તિનો બોયફ્રેન્ડ એન્ટની કેરળના કોચીનો છે અને તે રાજ્યની એક મોટી રિસોર્ટ ચેઈનનો માલિક છે.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયે નામ આગળથી 'બચ્ચન' સરનેમ હટાવી! દુબઈમાં છવાઈ પણ ફેન્સ ચોંકી ઊઠ્યાં
કીર્તિ સુરેશ કારકિર્દી
કીર્તિએ 2000 ના દાયકાની શરૂઆતમાં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2013 માં મલયાલમ ફિલ્મ ગીતાંજલિમાં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરી હતી. તેણે રીંગ માસ્ટર (2014), ઇધુ એન્ના માયમ (2015), નેનુ શૈલજા, રજનીમુરુગન અને રેમો (2016), બૈરવા (2017) સરકાર, થાના સેરાંધ કુટ્ટમ અને મહાનતી (2018) માં પણ અભિનય કર્યો હતો. જેમાં કીર્તિએ મહાનતીમાં તેના શાનદાર અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો.