કિર્તી સુરેશ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ગોવા પહોંચી
મુંબઇ : કિર્તી સુરેશ તેના બોયફ્રેન્ડ એન્ટની થાટિલ સાથે લગ્ન માટે ગોવા પહોંચી ગઈ છે.
બંનેનાં લગ્ન તા. ૧૨મી ડિસેમ્બરે થવાનાં છે. તેઓ હિંદુ અને ખ્રિસ્તી એમ બંને વિધિથી લગ્ન કરવાનાં છે.
કિર્તીએ તથા તેની સાથે પહોંચેલી તેની કેટલીક ફ્રેન્ડઝએ પણ ગોવાના લોકેશનની તસવીરો શેર કરી છે.
જોકે, તેણે લગ્ન વિશે વધુ વિગતો આપી નથી.
આ અગાઉ કિર્તીનાં લગ્નનું ઈન્વિટેશન કાર્ડ વાયરલ થઈ ચૂક્યું છે. આ કાર્ડ અનુસાર કિર્તી અને એન્ટની અંગત સ્નેહીજનોની હાજરીમાં જ લગ્ન કરવાનાં છે.