બિગ બી એ કહ્યું કે " અલવિદા કહેવું થોડું કઠિન છે." બહુ જલ્દી બંધ થશે કેબીસી
કેબીસીની સીઝન ૧૪ જલ્દી પુરી થશે
"અલવિદા કહેવું કઠિન": અમિતાભ બચ્ચન
IMAGE: Twitter |
સોની ચેનલ પર પ્રસારિત થતો પહેલો કવીઝ આધારિત રિયાલિટી શૉ- કૌન બનેગા કરોડપતિ પહેલી જ સિઝનથી ખુબ જ પોપ્યુલર રહ્યો છે.સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના આગવા અંદાઝને લીધે અત્યાર સુધીના સૌથી પસંદગી પામેલા રિયાલિટી શૉમાં તેની ગણતરી થાય છે. કેબીસીની અત્યાર સુધીમાં ૧૩ સીઝન આવી ચુકી છે અને ૧૪મી સીઝન ૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ શરુ થઈ હતી,જે હવે ટૂંક સમયમાં જ પુરી થવાના આરે છે. સોની ટીવી પરના આ લોકપ્રિય શૉના પુરા થવાની જાણકારી અમિતાભ બચ્ચને બ્લોગમાં લખીને આપી હતી .
આ અંગે જાણકારી આપતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં મિશ્ર લાગણી વ્યક્ત કરી હતી. જયારે કોઈ શૉ પૂરો થાય ત્યારે સ્વાભાવિક રીતે જ અલગ થવાનું દુઃખ થાય તે સ્વાભાવિક છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમા લખ્યું છે કે કેબીસી શૉના દિવસો પુરા થવાના છે ત્યારે કાસ્ટ અને ક્રૂ ને રૂટિનનો અભાવ વર્તાવવો શરુ થઈ ગયો છે. પણ દરેકને આશા છે કે અમે બધા ફરી જલ્દી સાથે હોઈશું. એસોસિયેશન તેને ફરી ચાલુ કરવાના પ્રયાસમાં જ છે. કેબીસીનાં અંતિમ એપિસોડ્સમાં સેલિબ્રિટી અને ફેમસ પર્સનાલિટીને શૉ માં ખાસ ઇન્વાઇટ કરવામાં આવે છે.જે દેશ અને સોસાયટીને એક અલગ જ દિશા દેખાડવામાં મદદરૂપ થાય છે. તેમની સાથે વાત કરવી અને તેમની પાસેથી કશુંક નવું શીખવું એ એક સન્માનની વાત છે.
વધુમાં તેમણે લખ્યું હતું કે, " કામના પ્રત્યે તેમનું સમર્પણ, તેમની નિષ્ઠા અને જે કામ તેમને સોંપવામાં આવ્યું છે તેના પર તેમને વિશ્વાસ છે. આ શૉ એ મારા માટે પણ એક શીખ છે. અમે હંમેશા એવી પ્રતિભાઓ સાથે આવીએ છે જે અમારા કામ અને કમિટમેન્ટને વધારે સારું બનાવે છે. એક તરફ ખુશી છે અને એક તરફ શીખ. પરિવર્તન એ પણ જરૂરી છે એ હું જાણું જ છું છતાં આનાથી અલગ થવાનો એહસાસ એક ખાલીપા જેવો લાગે છે અને અલવિદા કહેવું થોડું અઘરું લાગી રહ્યું છે "