KBC: અમિતાભ બચ્ચને ચેનલને કરી તેમને હોસ્ટ ના કરવાની ભલામણ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
KBC: અમિતાભ બચ્ચને ચેનલને કરી તેમને હોસ્ટ ના કરવાની ભલામણ 1 - image


નવી દિલ્હી,તા. 14 ઓક્ટોબર 2023,શનિવાર 

ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ દરેક ઘરમાં જોવાતો શો છે. આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં અમિતાભ બચ્ચન પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો ફેન્સ સાથે શેર કરતા રહે છે. તે પોતાની ફિલ્મો સાથે જોડાયેલી જૂની વાતો પણ તેમના ચાહકોને જણાવતા હોય છે. હોટ સીટ પર આવેલ રચના રસ્તોગી જે એક ગૃહિણી છે. તેમણે પોતાની પારિવારિક સમસ્યા બિગ બીને જણાવી હતી.

શોમાં રચના રસ્તોગીએ અમિતાભ બચ્ચન સાથે તેના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. તેણે પોતાના લગ્ન સંબંધી સમસ્યાઓ વિશે જણાવતા કહ્યું કે, તેનો પતિ મફતમાં KBCમાં આવ્યો છે. પતિ કંગાળ છે અને  ક્યાંય બહાર ફરવા લઈ જતો નથી.

અમિતાભ બચ્ચને ચેનલને આ વિનંતી કરી હતી

રચના રસ્તોગીને શાંતિથી સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચને ચેનલના હોસ્ટને તેમની પોસ્ટ બદલવા માટે કહ્યું હતુ, તેમણે કહ્યું કે તેમની પોસ્ટ હોસ્ટમાંથી મેરેજ કાઉન્સેલર તરીકે બદલવી જોઈએ. આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમે ઘરના બધા દુઃખ આવીને કહી દો અને અહીં ઠાલવી દો. અમે તેનો ઉકેલ શોધીશું.

બિગ બીએ આપી સલાહ

બાદમાં બિગ બીએ સ્પર્ધકના પતિને સલાહ આપી કે, તે પોતાની પત્ની પર પૈસા ખર્ચ કરે. જે બાદ પતિએ જણાવ્યું કે, તે તેની પત્નીને યુરોપ ટ્રીપ પર લઈ ગયો હતો. રચના રસ્તોગીએ તરત જ કહ્યું કે, આ એક સ્પોન્સર્ડ સફર હતી. તેણે પૈસા ખર્ચ્યા નહોતા કર્યાં.


Google NewsGoogle News