Get The App

ફર્સ્ટ ઇન્ડિયન ફિમેલ રેસલર કવિતા દેવી પર બનશે બાયોપિક

Updated: May 29th, 2023


Google NewsGoogle News
ફર્સ્ટ ઇન્ડિયન ફિમેલ રેસલર કવિતા દેવી પર બનશે બાયોપિક 1 - image

Image Coutesy: Twitter  

નવી મુંબઇ,તા. 29 મે 2023, સોમવાર 

ભારતીય મહિલાઓ કોઈપણ બાબતમાં પાછળ નથી. કવિતા દેવી વિશ્વમાં એક એવી વ્યક્તિ તરીકે ઓળખાય છે જેણે WWE માં પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ તરીકે ભાગ લીધો હતો, અને તેના જુસ્સા અને લડવાની ક્ષમતા સાબિત કરી હતી. ભારતની પ્રથમ મહિલા રેસલર કવિતા દેવીએ પોતાની કુસ્તીના દમ પર દેશનું નામ રોશન કરવામાં કોઈ કસર છોડી નથી. હવે મળતી માહિતૂ પ્રમાણે WWE માં પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ કવિતા દેવી પર ફિલ્મ બનવા જઈ રહી છે.

કવિતા દેવી પર બનશે બાયોપિક 

WWEમાં દેશનું નામ રોશન કરનાર કવિતા દેવી પર બહુ જલ્દી બાયોપિક ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રોડ્યુસર પ્રીતિ અગ્રવાલે આ ફિલ્મ માટે કવિતા દેવીના જીવન સાથે જોડાયેલા રાઈટ્સ ખરીદ્યા છે. આ બાયોપિકમાં પ્રીતિ અગ્રવાલ કવિતા દેવીની સંઘર્ષથી સફળતા સુધીની સફર બતાવવાનો પૂરો પ્રયત્ન કરશે.

કવિતા દેવીની બાયોપિક બનાવવાના નિર્ણય અંગે નિર્માતા પ્રીતિ અગ્રવાલે જણાવ્યુ કે, 'કવિતા દેવીનું આખું જીવન ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું છે. જીવનના દરેક વળાંક પર તેમણે લડવાની ભાવના બતાવી અને ક્યારેય હાર માની નથી. WWEને હંમેશા પુરૂષોની રમત માનવામાં આવે છે. પરંતૂ ધીમે ધીમે આ રમતમાં વિશ્વભરની મહિલાઓએ પણ ભાગ લેવાનું શરૂ કર્યું, પરંતુ આ ખૂબ જ લોકપ્રિય રમતમાં ભારતીય મહિલાઓનું કોઈ પ્રતિનિધિત્વ નહોતું. 

જેથી આવી સ્થિતિમાં, કવિતા દેવીએ બતાવ્યું કે, ભારતીય મહિલાઓમાં કેટલી શક્તિ છે અને તેણે WWE રિંગમાં કૂદવાનું નક્કી કર્યું અને તેમણે ભારત વતી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આટલું જ નહીં લગ્ન પછી કવિતાએ પારિવારિક જવાબદારીઓને કારણે આ ગેમથી દૂર રહેવાનો નિર્ણય કર્યો, પરંતુ પતિના સપોર્ટને કારણે તેણે WWEમાં રમવાનું ચાલુ રાખ્યું.

કોણ નિભાવશે કવિતા દેવી

ફિલ્મ વિશે ઝીશાન અહેમદે કહ્યું કે, 'હાલમાં કવિતા દેવી પરની ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મનું લેખન પૂર્ણ થયા બાદ, આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તારીખથી, આ ફિલ્મમાં કામ કરતા તમામ કલાકારો અને ક્રૂની પણ જાહેરાત કરવામાં આવશે.

આ સાથે ઝીશાન અહેમદે કવિતા દેવીના રોલ વિશે કહ્યું, 'આ અંગે કોઈ નિર્ણય લેવો વહેલો ગણાશે. અત્યારે ફિલ્મના લેખન પર કામ ચાલી રહ્યું છે. અમે ફિલ્મના ટાઈટલ રોલ માટે ખૂબ જ કાબિલ એક્ટરને જ પસંદ કરીશું. આ સાથે ઝીશાન અહેમદે વધુમાં જણાવ્યું હતું કે, 'આ ફિલ્મ દ્વારા માત્ર ભારતીય મહિલાઓ જ નહીં, પરંતૂ વિશ્વની દરેક યુવતીને જીવવા માટે એક નવી નજરથી જોવાની હિંમત આપશે.


Google NewsGoogle News