Get The App

કૌન બનેગા કરોડપતિ શોમાં જો કરોડપતિ બન્યા તો પૈસા થઇ શકે છે ડબલ, જાણો કઇ રીતે?

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
કૌન બનેગા કરોડપતિ શોમાં જો કરોડપતિ બન્યા તો પૈસા થઇ શકે છે ડબલ, જાણો કઇ રીતે? 1 - image


KBC 16: અમિતાભ બચ્ચનનો શો 'કૌન બનેગા કરોડપતિ' નવી સીઝન સાથે કમબેક કરવા માટે તૈયાર છે. બિગ બીએ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન 12 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. હવે શોને લઈને એક નવું અપડેટ સામે આવ્યુ છે. આ વખતે શોમાં ભાગ લેનારા સ્પર્ધકો માટે ડબલ લોટરી લાગવાની છે. આ શોમાં એક નવો ટ્વિસ્ટ આવતા દર્શકોનો પણ ઉત્સાહ વધી ગયો છે.

આ વખતે KBCમાં ભાગ લેનાર સ્પર્ધકોને તેમની જીતની રકમ બમણી કરવાનો મોકો મળશે. શોમાં એક સુપર સવાલ હશે જે સ્પર્ધકોને જીતની રકમ બમણી કરવાની તક આપશે, પરંતુ તેમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ પણ છે. સ્પર્ધકોને આ પ્રશ્નનો જવાબ આપવા માટે કોઈપણ પ્રકારની હેલ્પલાઈન મળશે નહીં, તેઓએ માત્ર તેમની જાણકારીના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

શોના 4 પ્રારંભિક પ્રશ્નો પછી, સ્પર્ધકોની સામે એક સુપર પ્રશ્ન મૂકવામાં આવશે, જેનો તેમણે કોઈપણ હેલ્પલાઈન અથવા વિકલ્પ વિના જવાબ આપવાનો રહેશે. જો તેઓ આ કરવામાં સફળ થશે તો તેમને 'દોગુનાસ્ત્ર'નો ઉપયોગ કરવાની સુવર્ણ તક મળશે.

આ રીતે રકમ બમણી થશે

‘દોગુનાસ્ત્ર’નો ઉપયોગ કરીને, સ્પર્ધકોને છઠ્ઠા પ્રશ્નથી દસમા પ્રશ્ન વચ્ચે એકવાર અમાઉન્ટ બમણી કરવાની તક મળશે. હવે જો કોઈ 10મા પ્રશ્ન માટે ‘દોગુનાસ્ત્ર’નો ઉપયોગ કરશે તો તે પ્રશ્નની રકમ બમણી થઈ જશે, પરંતુ ટ્વિસ્ટ એ છે કે, તેણે કોઈપણ હેલ્પલાઈન વિના પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. શોમાં 'દોગુનાસ્ત્ર' ઉમેરાયા બાદ દર્શકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. આ સાથે વર્ષોથી ચાલી રહેલા આ શોમાં નવો વળાંક આવ્યો છે.


Google NewsGoogle News