Get The App

કેટરિના કૈફ પણ પ્રેગનન્ટ હોવાની વધુ એકવાર અટકળો

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
કેટરિના કૈફ પણ પ્રેગનન્ટ હોવાની વધુ એકવાર અટકળો 1 - image


- જામનગરમાં પેટ સતત ઢાંકેલું રાખ્યું

- લગ્નનાં સવા બે વર્ષમાં કેટરિનાની પ્રેગનન્સીની એકથી વધુ વખત અટકળો ફેલાઈ છે

મુંબઇ : કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. લગ્નનાં સવા બે વર્ષમાં જ કેટરિગના પ્રેગનન્ટ હોવાની અટકળો એકથી વધુ વખત આવી ચુકી છે. 

કેટરિના અને વિકી કૌશલ અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી આપવા માટે જામનગર આવ્યાં હતાં. ત્યાંથી રવાના થતી વખતે એરપોર્ટ પર તસવીરમાં કેટરિના પોતાનું પેટ છૂપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. તે પરથી આ અટકળો વ્યાપક બની છે.  કેટરિનાએ અનાકરલી  ડ્રેસ પહેર્યો હતો.  ફોટોગ્રાફર્સની હાજરીથી સભાન થઈ તેણે તરત જ દુપટ્ટો પેટ  આડે ઢાંકી દીધો હતો. 

જામનગરનાં ફંકશનમાં પણ કેટરિનાની મોટાભાગની તસવીરોમાં તેનું પેટ સતત ઢાંકેલું દેખાય છે. તેણે કોઈ ડાન્સ પરફોર્મન્સ આપ્યાની પણ કોઈ તસવીર સામે આવી નથી. તેણે મોટાભાગે લૂઝ પરિધાન ધારણ કર્યાં હતાં અને હાઈ હિલને બદલે ફલેટ પગરખાં જ પહેરવાનું પસંદ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ તાજેતરમાં જ તેની પ્રેગનન્સી જાહેર કરી ચુકી છે. જોકે, જામનગરનાં ફંકશનમાં  દીપિકાએ હાઈ હિલ પહેરીને પણ રણવીર સાથે ડાન્સ કર્યો હતો. 


Google NewsGoogle News