સંજય લીલા ભણશાળીની પાર્ટીમાં રણબીરને કારણે કેટરિના ગેરહાજર
- વિકી અને રણબીર વચ્ચેની દોસ્તી ચર્ચામાં
- પતિ અને એક્સ બોયફ્રેન્ડ એક જ ઈવેન્ટમાં સાથે હોય તેવા પ્રસંગે હાજરી ટાળી
મુંબઈ : સંજય લીલા ભણશાળીને ૬૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે યોજાયેલી પાર્ટીમાં રણબીર કપૂર અને વિકી કૈૌશલ વચ્ચે જોવા મળેલી અસામાન્ય દોસ્તી બોલીવૂડ વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી. આ પાર્ટીમાં જોકે, રણબીર અને આલિયા બંને સાથે હાજર રહ્યાં હતાં પરંતુ કેટરિનાએ હાજરી આપવાનું ટાળ્યું હતું.
સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'માં રણબીર અને વિકી બંને સહકલાકારો છે. આ અગાઉ તેઓ 'સંજુ' ફિલ્મમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે આથી તેમના વચ્ચે બહુ આત્મિયતા છે. જોકે, કેટરિના એક્સ બોયફ્રેન્ડ રણબીરનો આમનોસામનો થાય અને તે પણ પતિ વિકી કૌશલની હાજરીમાં તેને મળવાનો પ્રસંગ બને એવું ટાળે છે.
આમ છતાં પણ સંયોગોવસાત ગયા મહિને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વ્યવસ્થા એવી રીતે ગોઠવાઈ હતી કે રણબીર-આલિયા અને વિકી તથા કેટરિના એમ બંને યુગલે સાથે સાથે રહેવું પડયું હતું. એટલું જ નહીં રણબીર અને કેટરિનાએ વેન્યુ ખાતે એક જ કાર્ટમાં પ્રવાસ કરવો પડયો હતો.
જોકે, સંજય લીલા ભણશાળીની બર્થ ડે પાર્ટીમાં કેટરિનાએ હાજરી આપવાનું ટાળ્યું હતું. આ પાર્ટીમાં રણબીર અને આલિયા સાથે સાથે આવ્યા હતા પરંતુ આલિયા એકલી જ રવાના થઈ હતી અને રણબીર તથા વિકી સાથે સાથે રવાના થયા હતા.
'લવ એન્ડ વોર'માં રણબીર અને વિકી સાથે હોવાથી આ ફિલ્મને લગતી એકાધિક ઈવેન્ટમાં રણબીર અને વિકી બંને હાજર રહેશે જ્યારે આલિયા પણ ફિલ્મની સહકલાકાર હોવાથી તેની પણ હાજરી અનિવાર્ય હશે. તે વખતે કેટરિના પતિની આટલી મોટી અને મહત્વની ફિલ્મને લગતી ઈવેન્ટસમાં હાજરી ટાળશે કે કેમ તેની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે.