કાર્તિક એક્સ ગર્લફ્રેન્ડ સારાની દિવાળી પાર્ટીમાં હાજર

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
કાર્તિક એક્સ ગર્લફ્રેન્ડ સારાની દિવાળી પાર્ટીમાં હાજર 1 - image


- હાલ કાર્તિક અને તારાના ડેટિંગની અફવા

- કાર્તિક અને સારા પાછલી કડવાશ ભૂલી  ગયાં : અનન્યા બોયફ્રેન્ડ આદિત્ય સાથે આવી

મુંબઇ : બોલીવૂડમાં હાલ દિવાળી પાર્ટીઓની ધમાલ મચી છે તે વચ્ચે સારા અલી ખાને યોજેલી દિવાળી પાર્ટીમાં કાર્તિક આર્યન હાજર રહેતાં બંને વચ્ચે પેચ અપ થઈ ગયાનું કન્ફર્મ થયું છે. બીજી તરફ આ પાર્ટીમાં અનન્યા પાંડે બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે આવી હતી. બંનેએ પોતાના સંબંધ છૂપાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. 

સારા અને કાર્તિક ભૂતકાળમાં રિલેશનશિપમાં રહી ચૂક્યાં છે. જોકે, બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. તાજેરતમાં સારાએ એક ચેટ શોમાં કાર્તિક સાથેના તેનાં બ્રેક  અપ અંગે ખુલ્લા દિલે વાત પણ કરી હતી. 

કાર્તિક અગાઉ જાહ્વવી કપૂર સાથે પણ  રિલેશનશિપમાં હતો. જોકે, હાલમાં તેનું અને તારા સુતરિયાનું  ડેટિંગ ચાલી રહ્યું હોવાનુ ંકહેવાય છે. તાજેતરમાં બંને ગૂપચૂપ રીતે એક ડિનર ડેટ પર જોવા મળ્યાં હતાં. 

હવે કાર્તિક સારાની દિવાળી પાર્ટીમાં જોવા મળતાં તેણે પાછલી બધી કડવાશ ભૂલાવી દીધી છે અને તેઓ બંને ફરી મિત્રો બની ચૂક્યાં છે તેવું કન્ફર્મ થઈ ગયું છે. બંનેના ચાહકોએ આ વાતને આવકારી છે. 

સારા અને કાર્તિક ફરી કોઈ ફિલ્મમાં ઓનસ્ક્રીન સાથે જોવા મળશે કે કેમ તે અંગે પમ અટકળો વ્યક્ત થઈ રહી છે. 


Google NewsGoogle News