અક્ષય કુમારે નકારેલી નાગઝિલા ફિલ્મમાં કાર્તિક ગોઠવાઈ ગયો
- હોલીવૂડની ગોડઝિલા પરથી ટાઈટલ ઉઠાવ્યું
- કાર્તિક અને કરણ જોહર ફરી કોલબરેટ કરશે, આ વર્ષના અંતથી શૂટિંગ
મુંબઈ : કાર્તિક આર્યન 'નાગઝિલા' નામની ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા કરણ જોહર અને કાર્તિક ફરી કોલબરેટ કરી રહ્યા છે. હોલીવૂડ ફિલ્મ 'ગોડઝિલા'નાં ટાઈટલ પરથી પ્રેરણા લઈ 'નાગઝિલા' ટાઈટલ નક્કી કરાયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ મૂળ અક્ષય કુમારને ઓફર થઈ હતી. પરંતુ, અક્ષય કુમારે આ રોલ કરવાની ના પાડી હતી. આથી તેેને સ્થાને હવે કાર્તિક આર્યન ગોઠવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 'ભૂલભૂલૈયા' સીરિઝની ફિલ્મોમાં પણ અક્ષયને સ્થાને કાર્તિક ગોઠવાઈ ચૂક્યો છે.
આ ફિલ્મ કોમેડી જોનરની હશે. તેમાં કાર્તિક આર્યનને વિશાળ સાપ સાથે બાથ ભીડતો દર્શાવાશે એમ જાણવા મળે છે.