ભૂલભૂલૈયા થ્રી સુપરહિટ થયા બાદ કાર્તિકે વધુ બે પ્રોપર્ટી ખરીદી
- એક ફલેટ અને એક ઓફિસ સ્પેસની ખરીદી
- કાર્તિકે ભૂલભૂલૈયા થ્રી પછી પોતાની ફી પણ વધારી દીધી હોવાની ચર્ચા
મુંબઇ : કાર્તિક આર્યને મુંબઈના અંધેરીમાં બે નવી પ્રોપર્ટી ખરીદી છે. તેમાં એક ફલેટ તથા એક ઓફિસ સ્પેસનો સમાવેશ થાય છે.
'ભૂલભૂલૈયા થ્રી'ની સફળતા બાદ કાર્તિકે આ સોદો કર્યો છે. છેલ્લા કેટલાય સમયથી તે રિયલ એસ્ટેટમાં મોટાપાયે રોકાણ કરી રહ્યો છે.
અગાઉ પણ તેણે જુહુમાં બે ફલેટ, વર્સોવામાં એક ફલેટ ઉપરાંત અંધેરીમાં કોમર્શિઅલ સ્પેસમાં રોકાણ કરી ચૂક્યો છે.
'ભૂલભૂલૈયા થ્રી'ની સફળતા પછી કાર્તિકે પોતાની ફી વધારી દીધી છે અને હાલ તે નવી ફિલ્મોની સાઈનિંગ એમાઉન્ટના પૈસામાંથી એક પછી એક પ્રોપર્ટીઓ ખરીદી રહ્યો હોવાનું મનાય છે.