કરણ જોહરના કેમ્પમાં કાર્તિક આર્યનની રી એન્ટ્રી
- કરણ અને એકતા સાથે મળીને ફિલ્મ બનાવશે
- દોસ્તાના ટૂમાં કાર્તિકને લીધે 20 કરોડનું નુકસાન થયાનો આરોપ કરણે લગાડયો હતો
મુંબઈ : કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે પેચ અપ થઈ ગયાનું લાંબા સમયથી ચર્ચાતું હતું. હવે ખુદ કરણ જોહરે જ પોતે કાર્તિકની મુખ્ય ભૂમિકા સાથે ફિલ્મ બનાવી રહ્યો હોવાની જાહેરાત કરી છે. આમ કરણ જોહરના કેમ્પમા ંકાર્તિક આર્યનની રી એન્ટ્રી થઈ ગઈ છે.
આ ફિલ્મ માટે ૨૦૨૫ની ૧૫મી ઓગસ્ટની રીલીઝ ડેટ નક્કી કરાઈ છે. તે પરથી તે દેશભક્તિની થીમ આધારિત ફિલ્મ હશે તેમ મનાય છે. કાર્તિકે પણ સંકેત આપ્યો છે કે આ ફિલ્મ ભારતીય ઈતિહાસની એક શૌર્ય કથા હશે.
કરણ જોહરે કાર્તિક આર્યન અન જાહ્વવી કપૂરને લઈ 'દોસ્તાના ટૂ' શરુ કરી હતી. તે વખતે કાર્તિક અને જાહ્નવીનુ ંઅફેર ચાલતું હતું. જોકે, આ ફિલ્મનાં શૂટિંગ વખતે જ જાહ્વવી અને કાર્તિક વચ્ચે બ્રેક અપ થયું હતું. તે પછી ફિલ્મના શૂટિંગમાં ભારે વિધ્નો આવ્યાં હતાં.
આ વિવાદમાં કરણ જોહરે જાહ્વવીનો પક્ષ લીધો હતો. તેણે કાર્તિકને ફિલ્મમાથી કાઢી મૂક્યો હતો અને આ પ્રોજેક્ટ જ પડતો મૂકી દીધો હતો. તે વખતે કરણની કંપની તરફથી સત્તાવાર રીતે જણાવાયું હતું કે આ ફિલ્મ પડતી મૂકાતાં ૨૦ કરોડનું નુકસાન થયું છે. કાર્તિકના અનપ્રોફેશનલ બિહેવિયરના કારણે ફિલ્મ પડતી મૂકાયાનું કરણ જોહરના નિકટવર્તીઓએ કહ્યું હતું.
જોકે, છેલ્લા કેટલાક સમયથી કરણ અન ેકાર્તિક વચ્ચે પેચ અપ થયાની અટકળો શરુ થઈ હતી. બંને કેટલીક ઈવેન્ટમાં એકબીજાને સારી રીતે હળતા મળતા અને સાથે ફોટા પડાવાત પણ જોવા મળ્યા હતા.
હવે તેમની વચ્ચે સમાધાનને પગલે કરણ જોર 'દોસ્તાના ટૂ' પ્રોજેક્ટ રિવાઈવ કરશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.