કાર્તિક આર્યન કોઈ મિસ્ટ્રી ગર્લને ડેટ કરી રહ્યો હોવાનો દાવો
- વિદ્યા બાલને વાત વાતમાં વટાણા વેરી દીધા
- ભૂલભૂલૈયા થ્રીના સેટ પર સતત કોઈ સાથે ચેટ કરતો હતો : પ્રમોશનનું ગતકડું પણ હોઈ શકે
મુંબઇ : કાર્તિક આર્યન છેલ્લાં બે-ત્રણ વર્ષથી એવો દાવો કરી રહ્યો છે કે તે સિંગલ છે. જોકે, વિદ્યા બાલને કરેલા ઘટસ્ફોટ અનુસાર તે કોઈ મિસ્ટ્રી ગર્લને ડેટ કરી રહ્યો છે. વિદ્યા બાલને ખરેખર વાત વાતમાં વટાણા વેરી દીધા છે કે પછી ફિલ્મના પ્રમોશનના ભાગરુપે આ ગતકડું કરાયું છે તે અંગે અટકળો થઈ રહી છે.
વિદ્યા બાલને જણાવ્યું હતુ ંકે, ફિલ્મ 'ભૂલ ભૂલૈયા ૩'ના શૂટિંગ દરમિયાન અમે સાથે હતા ત્યારે કાર્તિક ફોન સતત ફોન પર કોઈ યુવતી સાથે ચેટ કરતો હતો. તેમજ સાથે સાથે લવ યૂ..મી ટૂ. લવ યૂ..મી ટૂ કહેતો રહેતો હતો. જ્યારે મેં કાર્તિકને એ યુવતીનું નામ પુછ્યું ત્યારે તે શરમાઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યની ગર્લફ્રેન્ડસની યાદી લાંબી છે. સારા અલી ખાન, અનન્યા પાંડે અને જાહ્નવી કપૂર સાથેના તેના સંબંધો સતત ચર્ચામાં રહ્યા હતા. જોકે કાર્તિકે કદી પણ પોતાના સંબંધોને લઇને જાહેરમાં સ્પષ્ટતા કે દિલ ખોલીને વાત કરી નથી.
વાસ્તવમાં એકવાર કરણ જોહરે પોતાના ચેટ શોમાં સારા અને કાર્તિકના સંબંધોનો ખુલાસો કરી દીધો હતો. તેના કારણે સારા ભારે નારાજ થઈ હતી.