વેરઝેર ભુલી કાર્તિક આર્યન ફરી કરણ જોહરની ફિલ્મમાં
- ચાહકોએ કહ્યું, આ અસલી દોસ્તાના ટૂ
- તુ મેરી મેં તેરા, મૈ તેરા તુ મેરી' જેવું લાંબુંલચક નામ ધરાવતી ફિલ્મની ઘોષણા
મુંબઇ : કાર્તિક આર્યન અને કરણ જોહરે ભૂતકાળના મતભેદો ભૂલી હાથ મિલાવ્યા છે. કરણ જોહરે કાર્તિક સાથે 'તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી' ફિલ્મની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કરણ જોહરે કાર્તિકને 'દોસ્તાના ટૂ'નું થોડુંક શૂટિંગ કર્યા બાદ કાઢી મૂક્યો હતો. તે વખતે કરણે કાર્તિકના અનપ્રોફેશનલ એટિટયૂડના કારણે પોતાને કરોડોનું નુકસાન થયાનો આરોપ પણ મૂક્યો હતો. કાર્તિક અને જાહ્નવીની આ ફિલ્મ કાયમ માટે અભેરાઈ પર ચઢી ગઈ હતી.
હવે કરણ જોહરે કાર્તિક સાથે ફિલ્મ જાહેર કરતાં લોકોએ આ જાહેરાતને રિયલ લાઈફની 'દોસ્તાના ટૂ' ગણાવી હતી. આ ફિલ્મ ૨૦૨૬માંરિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન સમીર વિદ્વાંસનું છે.