'હું નિર્માતાને નારાજ...', કાર્તિક આર્યને જણાવ્યું - 'ભૂલભૂલૈયા' માટે ફી કેમ ઘટાડવી પડી
Kartik Aaryan: તાજેતરમાં જ બેક ટુ બેક ફિલ્મો કરનાર અભિનેતા તરીકે કાર્તિક આર્યન ઉભરી આવ્યો છે. હાલ અભિનેતા તેની આગામી ફિલ્મ 'ભૂલભૂલૈયા 3' માટે ચર્ચામાં છે. ભૂલભૂલૈયાના ત્રીજા ભાગમાં પણ કાર્તિક આર્યન જોવા મળશે તેમજ જો અન્ય કલાકારોની વાત કરવામાં આવે તો તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન પણ આ ફિલ્મમાં જોવા મળશે.
બોલિવૂડમાં સ્ટાર્સની વધતી ફી બાબતે વાત કરી
કાર્તિક આર્યને એક ઈન્ટરવ્યૂમાં પોતાની આગામી ફિલ્મ અને ઇન્ડસ્ટ્રીમાં વધતી એક્ટરની ફી અંગેની પણ વાત કરતા જણાવ્યું હતું કે દરેક વસ્તુનો એક હિસાબ હોય છે. આ એક બિઝનેસ મોડ્યુલ છે. જો દરેક વસ્તુ હિસાબ પ્રમાણે થાય છે તો તે યોગ્ય છે. જો સેટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિકલ રાઇટ્સ પ્રોડ્યુસર માટે ફાયદાકારક છે અને જો દર્શકો કોઈ એકટરને જોવા માટે ઉમટી રહ્યા છે તો તેની ફી વાજબી છે.'
નિર્માતા મારાથી ખુશ છે - કાર્તિક
કાર્તિક આર્યનના મતે, બોલિવૂડમાં એક્ટરની વધતી ફીની ચર્ચા એટલા માટે જ થાય છે કારણ કે લોકો આ ગણતરીઓ સમજી શકતા નથી. ગણતરીઓ સાચી નથી પડતી તેથી જ લોકો નારાજ છે. મને આશા છ કે અમારી ગણતરી યોગ્ય છે. મારા નિર્માતા મારાથી ખુશ છે અને મને આશા છે કે હું તેમને નારાજ નહીં કરું.'
આ પણ વાંચો: 'સિંઘમ અગેઈન'ની ટીમે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, ફિલ્મના રિલીઝ પહેલા કર્યું આ કામ
ફિલ્મ માટે ઘટાડવી પડી હતી ફી
કાર્તિક આર્યનએ જણાવ્યું કે, 'મારે ફિલ્મ 'ભૂલભૂલૈયા 2' માટે મારી ફી ઘટાડવી પડી હતી, કારણ કે તે સમયે ફિલ્મનું બજેટ વધી જતું હતું. આથી મેં મારી ફી ઘટાડી હતી.'
આ ઉપરાંત અભિનેતા શહેજાદા ફિલ્મ વિષે વાત કરતા કહ્યું હતું કે મેં શહેજાદા ફિલ્મમાં કેટલીક વસ્તુમાં પૈસા લગાવ્યા હતા. ફિલ્મ બનાવતી વખતે ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે કોઈપણ ભોગે ફિલ્મને બચાવવ માંગતા હતા.