Get The App

ભલે સૌ મને રોમેન્ટિક હીરો કહે પણ હું પ્રેમમાં અનલકી...', સ્ટાર અભિનેતાનું ચોંકાવનારું નિવેદન

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Kartik Aaryan


Kartik Aaryan On Love Life: કાર્તિક આર્યન બોલિવૂડના કેટલીક સેલિબ્રિટીની જેમ પોતાની લવ લાઈફને પ્રાઇવેટ રાખે છે પરંતુ ઘણી અભિનેત્રીઓ સાથે તેમનું નામ જોડાયું. 'લવ આજ કલ' ની શૂટિંગ દરમિયાન સારા અલી ખાન સાથે લિંકઅપના સમાચાર આવ્યા હતા, પરંતુ ફિલ્મ રિલીઝ પહેલા બંનેનું બ્રેકઅપ થયાના સમાચાર પણ મળ્યા હતા. સારા અલી ખાન પછી જાહન્વી કપૂર અને અનન્યા પાંડેની સાથે પણ તેનું નામ જોડાયું હતું. 

કાર્તિક આર્યનએ તેની આશિકમિજાજ ઈમેજ વિશે શું કહ્યું?

ચંદુ ચેમ્પિયનના અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં તેની આશિકમિજાજ ઈમેજ વિશે વાત કરી અને કહ્યું કે તે સિંગલ છે. કાર્તિકે આ દરમિયાન સ્પષ્ટતા કરી, 'મારું અંગત જીવન એક સમયે સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયું હતું અને ત્યારથી આજ સુધી એવું જ ચાલે છે.' 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, 'તો શું તમે હવે જાહેરમાં ડેટ ન કરવાનો પાઠ શીખી લીધો છે?' આનો જવાબ મજાકનાં અંદાજમાં કહ્યું કે, 'હું તો પ્રાઇવેટલી પણ ડેટ નથી કરી રહ્યો. હું કદાચ ડરી ડરીને ફરી રહ્યો છું.'

કાર્તિકે પ્રેમની બાબતમાં પોતાને અનલકી ગણાવ્યો 

કાર્તિક કહે છે કે, 'જ્યારે તમે ફેમસ થઈ જાઓ છો ત્યારે તમે ઘણાં ઓછા લોકોથી મળો છો. હું હમણાં કોઈને ડેટ  નથી કરી રહ્યો, મને સૌ કોઈ રોમેન્ટિક હીરો બોલાવે છે પરંતુ હું પ્રેમમાં ઘણો અનલકી છુ.' 

ભલે સૌ મને રોમેન્ટિક હીરો કહે પણ હું પ્રેમમાં અનલકી...', સ્ટાર અભિનેતાનું ચોંકાવનારું નિવેદન 2 - image


Google NewsGoogle News