મારા દીકરા માટે મોડેલ કે અભિનેત્રી નહીં પણ..', કાર્તિક આર્યનની મમ્મીને કેવી વહુ જોઈએ કર્યો ખુલાસો
Kartik Aaryan: કાર્તિક આર્યન તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી જાણીતા બનેલા અભિનેતાનું નામ અત્યાર સુધી સારા અલી ખાનથી લઈને અનન્યા પાંડે સહિત ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે.
ફિલ્મ પ્રમોશન દરમિયાન કાર્તિકે કહ્યું કે તે સિંગલ છે
જો કે, કાર્તિકે પોતે ક્યારેય પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી જ્યારે કાર્તિક આર્યન તેની તાજેતરની ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતે સિંગલ છે તેવું જણાવ્યું હતું. ત્યારે હવે કાર્તિક બાદ તેની મમ્મીએ જણાવ્યું કે તે તેના પ્રિય પુત્ર માટે કેવા પ્રકારની દુલ્હન શોધી રહી છે.
કાર્તિકની મમ્મીએ જણાવ્યું કે કેવી વહુ જોઈએ
કાર્તિક આર્યનને વારંવાર સવાલ પૂછવામાં આવે છે કે તે કઈ છોકરી સાથે લગ્ન કરશે. હવે તાજેતરમાં જ આ સવાલનો જવાબ અભિનેતાને બદલે તેના મમ્મીએ આપ્યો છે. કાર્તિક આર્યને તેના મમ્મી સાથે એક શૉમાં હાજરી આપી હતી.
કાર્તિક માટે મોડેલ કે અભિનેત્રી નથી જોતી
આ શૉમાં જ અભિનેતાના મમ્મી ડૉ. માલા તિવારીએ કહ્યું હતું કે, તે કોઈ અભિનેત્રીને નહીં પરંતુ એક ડૉક્ટરને પોતાની વહુ બનાવવા માંગે છે. કાર્તિક આર્યનના મમ્મીની વાત સાંભળીને સોશિયલ મીડિયા પર યુઝર્સ ખુશ છે, તેઓ કહી રહ્યા છે કે, માલા આંટી રોક્સ કાર્તિક આર્યન શૉક.