કાર્તિક આર્યન અને તારા સુતરિયાની ગુપચૂપ ડિનર ડેટ
- બંનેએ હગ કર્યું પણ ફોટોગ્રાફર્સને જોઈ ભાગ્યાં
- બંનેનું ખરેખર અફેર શરુ થયું છે કે પછી આશિકી થ્રીને લીધે એકઠાં થયાં છે તેની ચર્ચા
મુંબઇ : કાર્તિક આર્યન અને તારા સુતરિયા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. આ યુગલ શનિવારે રાતના ડિનર ડેટ પછી એકબીજાને હગ કરી છૂટાં પડી રહ્યાં હતાં તે વખતે જ ફોટોગ્રાફર્સને જોઈ જતાં ઉતાવળે ભાગ્યાં હતાં.
બંને ખરેખર ડેટિંગ કરી રહ્યાં છે કે પછી 'આશિકી થ્રી' ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાની અટકળો વચ્ચે આ મીટિંગ થઈ છે તે વિશે ચર્ચા ચાલી રહી છે.
'આશિકી થ્રી' માટે તારા સુતરિયાને કાર્તિક સામે હિરોઈન તરીકે ફાઈનલ કરી લેવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મના નિર્માતા કે દિગ્દર્શક આ વિશે હજુ કશું કહેવા તૈયાર નથી.
કોઈ સત્તાવાર જાહેરાત પહેલાં આ જોડી વિશે ચર્ચા શરુ થાય તે માટે બંનેએ ડીનર ડેટ માટે એકઠા થવાનું, હગ કરવાનું અને ફોટોગ્રાફર્સને જોઈને ભાગવાનું નાટક કર્યું હોય તે પણ શક્ય છે.
કાર્તિક અગાઉ જાહ્નવી અને સારા સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. જ્યારે તારા વર્ષો સુધી રણબીર કપૂર અને કરીના કપૂરના કઝિન આદર સાથે વર્ષો સુધી રિલેશનશિપમાં હતી. જોકે, થોડાક મહિનાઓ પહેલાં તેનું બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેવાય છે.