કાર્તિકે ગર્લફ્રેન્ડ તારા સુતરિયા સાથે બર્થ ડે પાર્ટી માણી

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
કાર્તિકે ગર્લફ્રેન્ડ તારા  સુતરિયા સાથે બર્થ ડે પાર્ટી માણી 1 - image


- બંને વચ્ચે અફેરનો વધુ એક પુરાવો

- તારાએ કાર્તિકને તેનાં હુલામણાં નામ પોપટ તરીકે સંબોધી બર્થડેની અતરંગ વિશ પણ કરી

મુંબઇ : કાર્તિક આર્યન અને તારા સુતરિયા વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની વ્યાપક અટકળો વચ્ચે કાર્તિકે પોતાની બર્થ ડે પાર્ટીમાં તારાને ખાસ આમંત્રણ આપ્યું હતુંઅને બંનેએ અન્ય મિત્રો સાથે પાર્ટીની મોજ માણી હતી. 

આ બર્થ ડે પાર્ટીના કેટલાક ફોટઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં રવિનાની દીકરી રાશા થડાની સહિતના અન્ય સેલેબ્સ જોવા મળી રહ્યા છે. 

જોકે, કાર્તિક અને તારા વચ્ચેની આત્મિયતા આ ફોટોઝમાં સ્પષ્ટ વર્તાય છે. 

તારા સુતરિયાએ સોશિયલ મીડિયા પર કાર્તિકને તેના હુલામણાં નામ પોપટ સાથે સંબોધન કરીને અતરંગ બર્થ ડે વિશ પણ પાઠવી હતી. 

કાર્તિક અને  તારા ડેેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલે છે. જોકે, તારાએ દાવો કર્યો છે કે આદર જૈન સાથે બ્રેક અપ બાદ પોતે સિંગલ છે. 

કાર્તિક અને તારા 'આશિકી થ્રી'માં સાથે દેખાશે તેવી પણ અટકળો હતી. જોકે, ફિલ્મના નિર્માતાઓએ તારાનું નામ જ નહીં વિચારાયું હોવાની સ્પષ્ટતા બાદમાં કરી હતી. 


Google NewsGoogle News