'દરેકને સમાન તકો નથી મળતી..' નેપોટિઝમ પર કાર્તિક આર્યનનું ચર્ચાસ્પદ નિવેદન
Kartik Aaryan: હાલ કાર્તિક આર્યન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મુરલીકાંત પેટકરની બાયોપિક છે. હવે તાજેતરમાં જ અભિનેતાએ ઇન્ડસ્ટ્રીના બહુચર્ચિત નેપોટિઝમ વિશેનો તેમનો દૃષ્ટિકોણ શેર કર્યો હતો.
નેપોટિઝમ પર કાર્તિકનો દૃષ્ટિકોણ
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ કહ્યું હતું કે તેને નેપોટિઝમ વિશે વાત કરવાનું પસંદ નથી, કારણ કે તેના વિશે ઘણું કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં, નેપોટિઝમનો મુદ્દો ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય હોય છે અને તેના પર લાંબી ચર્ચા થતી રહી છે. આ હંમેશા બહારના લોકો તેમજ સ્ટાર કિડ્સમાં ચર્ચાનો વિષય રહ્યો છે.
કાર્તિક આર્યને નેપોટિઝમ પર કહ્યું કે 'આ માટે કોઈને દોષી ઠેરવી શકાય નહીં. કારણ કે આ ઇન્ડસ્ટ્રીનો સ્વભાવ છે. આ એક ટેલેન્ટ છે અને તેનાથી વધુ કંઈ નથી. પરંતુ કેટલીક વાર એવું લાગે કે આ રમતનું મેદાન દરેક માટે સમાન નથી, સ્ટાર અને નોન-સ્ટાર બાળકો માટે તકો સમાન નથી. પરંતુ તમે તેના વિશે કંઈ કરી શકતા નથી.'
કાર્તિક છે શાહરૂખ ખાનનો ફેન
આ સિવાય કાર્તિકે એ પણ જણાવ્યું હતું કે તે શાહરૂખ ખાનનો મોટો ફેન છે અને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં શાહરૂખના અન્ય ફેન્સની જેમ તે પણ તેની એક ઝલક મેળવવા માટે મન્નતની બહાર ઉભો હતો. કાર્તિકે તે સમયની એક ઘટના વિષે વાત કરતા કહ્યું કે, 'મને યાદ છે કે હું રવિવારે શાહરૂખ સરને જોવા બેન્ડસ્ટેન્ડ ગયો હતો અને જ્યારે તેમની કાર ત્યાંથી પસાર થઈ ત્યારે મને લાગ્યું કે હું કિંગ ખાનને મળ્યો છું.' આનાથી કાર્તિક ખૂબ ખુશ થઈ ગયો હતો અને એ દિવસને સ્પેશીયલ સન્ડે ગણાવ્યો હતો.
કાર્તિકનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કાર્તિક આર્યન પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં તૃપ્તિ ડિમરી સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે. બંને 'ભૂલ ભુલૈયા 3'માં સાથે જોવા મળશે, જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ પહેલા તે કબીર ખાનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા હતી. તેની અસર ફિલ્મની કમાણી પર જોવા મળી નથી. જોકે કાર્તિકે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી.