કાર્તિક આર્યને 10 દિવસમાં ફિલ્મ પુરી કરવા માટે ત્રણ ગણી વધારે ફી લીધી
- 40-50 દિવસના શેડયુલને બદલે અભિનેતાએ ફટાફટ શૂટિંગ પુરુ કર્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.13 જાન્યુઆરી 2021, બુધવાર
કાર્તિક આર્યને પોતાની આવનારી ફિલ્મ ધમાકાનું શૂટિંગ ફક્ત ૧૦ દિવસમાં પુરુ કરી નાખ્યું છેલ્જોકે અભિનેતાએ આ ફિલ્મ માટે તગડી રકમ વસૂલી હતી. પહેલા આ ફિલ્મનું શેડયુલ ૪૦-૫૦ દિવસનું હતું. પરંતુ કોરોના મહમારીને ધ્યાનમાં રાખીને કાર્તિકે આ ફિલ્મમનું શૂટિંગ દસ દિવસમાં જ પુરુ કરીને બોલીવૂડમાં ઇતિહાસ બનાવ્યો છે. જોકે આ માટે તેણે ેત્રણ ગણુ મહેનતાણું વધુ લઇને રૂપિયા પાંચ કરોડના બદલે રૂપિયા ૨૦ કરોડ વસૂલ્યા છે.
કાર્કિતે હાલમાં પોતાના જન્મદિવસના દિવસે જ ફિલ્મ ધમાકાનું ફર્સ્ટ લુક ફેન્સ સાથે શેર કર્યું હતું. આ દિવસથી તેણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. આ પછીના દસ દિવસે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ફિલ્મ ધમાકાનું શૂટિંગ તેણે પુરુ કરી નાખ્યું છે. કાર્તિકે આટલું જલદી શૂટિંગ પુરુ કરીનેબોલીવૂડમાં નવો ઇતિહાસ રચ્યો છે.
જોકે કાર્તિકે આ ફિલ્મનું શૂટિંગ જલદી પુરુ કરવા માટે મસમોટી રકમ વસૂલી છે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, ૪૦-૫૦ દિવસના શૂટિંગ માટે કાર્તિકને પાંચ કરોડ રૂપિયા મહેનતાણું મળવાનું હતુ.ં તેણે આ ડીલ સાઇન કરી હતી. શૂટિંગ નિર્ધારિત સમય પહેલા પુરુ કરવા માટે કાર્તિકે લગભગ ત્રણ ગણી રકમ વધુ વસુલી છે. કહેવાય છે કે અભિનેતાએ આ ફિલ્મ માટે રૂપિયા ૨૦ કરોડ મહેનતાણું લીધું છે.