કરિશ્મા કપૂર એક રિયાલિટી શોની નિર્ણાયક બનશે

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
કરિશ્મા કપૂર એક રિયાલિટી શોની નિર્ણાયક બનશે 1 - image


- આ પહેલા મલયકા અરોરા અને સોનાલી બેન્દ્રે નિર્ણાયક તરીકે જોવા મળી હતી

મુંબઇ : કરિશ્મા કપૂર ટેલિવિઝનનો ડાન્સ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ફોરમાં નિર્ણાયક તરીકે જોવા મળવાની છે. આ પહેલાની ત્રણ સીઝનમાંથી બેમાં મલયકા અરોરા અને સોનાલી બેન્દ્રે નિર્ણાયક તરીકે જોવા મળ્યા હતા.  આ ચોથી સીઝનમાં શોના નિર્માતાને બોલીવૂડનો એક નવો ચહેરો નિર્ણાયક તરીકે જોતો હતો. તેથી તેમનું   ધ્યાન કરિશ્મા કપૂર પર ગયુ ંહતું. કરિશ્મા કપૂર રૂપેરીપડદા પર એક સારીડાન્સર સાબિત થઇ છે. તે આ જવાબદારી નિભાવાની ક્ષમતા ધરાવે છે. કરિશ્મા પણ પોતાના નવા આ કામ માટે ઉત્સાહિત હતી  અને તેણે ઓફર મલતાં જ તરત જ કરાર સાઇન કરી લીધા હતા. 

ગીતા કપૂર અને લુઇસ પણ કરિશ્મા કપૂર સાથે આ ચોથી સીઝનમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. 

ભૂતકાળમાં પણ કરિશ્મા આ શોની નિર્ણાયક તરીકે રહી છે. એટલું જ નહીં તેની નાની બહેન કરીના કપૂરે પણ આ શોમાં નિર્ણાયક રહીને ટેલિવિઝન પર ડેબ્યું કર્યુ હતુ.


Google NewsGoogle News