કરીના કપૂર કન્નડ ફિલ્મમાં યશની હિરોઈન બનશે

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
કરીના કપૂર કન્નડ ફિલ્મમાં યશની હિરોઈન બનશે 1 - image


- કારકિર્દીના નવા તબક્કામાં સાઉથમાં ડેબ્યૂ

- યશ સાથે 'ટોક્સિક' ફિલ્મનું શૂટિંગ આગામી અઠવાડિયાંઓમાં શરુ થશે

મુંબઇ : કરીના કપૂર તેની કારકિર્દીના નવા તબક્કામાં સાઉથમાં ડેબ્યૂ કરી રહી છે. તે કન્નડ ફિલ્મ 'ટોક્સિક'માં યશની હિરોઈન બનશે. 

આ ફિલ્મની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં થશે. થોડા જ અઠવાડિયાઓમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. 

કરીના પહેલા ફિલ્મ માટે સાઇ પલ્લવી અને રાશિ ખન્નાના નામની ચર્ચા હતી. જોકે હવે  અ કરીનાને ફાળે ગયો હોવાનું કહેવાય છે.  આ ફિલ્મમાં 'ડ્રગ્સ'ના કારોબારની વાત હશે. ફિલ્મ આવતાં વર્ષે એપ્રિલમાં રીલીઝ થશે તેમ કહેવાય છે. 

કરીના કારકિદીમાં નવા પ્રયોગોનું જોખમ ઉઠાવી રહી છે. 'જાને જાં' નામના વેબ શો  દ્વારા તેણે ઓટીટી પર પણ ડેબ્યૂ કર્યું છે.


Google NewsGoogle News