'બંધ કરો હવે, અમને એકલા છોડી દો...', સૈફ પર હુમલા બાદ પાપારાઝી પર ભડકી કરીના કપૂર
Kareena Kapoor On Media: સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ કરીના કપૂરે મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તે એક પૈપરાજી પર ભડકી ગઈ છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિઓ રી શેર કરતા તેમને એકલી છોડી દેવા કહ્યું છે. કરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને થોડી જ મિનિટોમાં પોસ્ટ ડિલીટ કરી દીધી. કરીના હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં તેણે મીડિયા અને પૈપરાજીને પ્રાઈવેસી જાળવી રાખવા માટે પહેલા જ કહી ચૂકી છે. ત્યારે તેમના બાળકો અંગેની નવી પોસ્ટે તેને પરેશાન કરી મૂકી છે.
કરીનાએ વીડિયો રી શેર કરતા લખ્યું હતું કે, 'બંધ કરો હવે, થોડું તો દિલ રાખો, ભગવાન માટે અમને એકલા છોડી દો.' આ સાથે જ એક્ટ્રેસે હાથ જોડીને ઈમોજી પણ બનાવ્યું છે. હકીકતમાં આ વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે, એક્ટ્રેસના ઘરમાં જેહ અને તૈમૂર માટે નવા રમકડા આવ્યા છે. કરીનાના ગુસ્સાથી સ્પષ્ટ થાય છે કે તે હાલમાં ઘરે થયેલા હુમલાથી તે પરેશાન છે.
કરીનાની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ તેની વાતનું સમર્થન કર્યું છે. ચાહકોએ કરીનાના પરિવારને પ્રાઈવેસી આપવા અને આવા સમાચારો બંધ કરવાની અપીલ કરી છે. આ પહેલી વાર નથી જ્યારે કરીનાએ પોતાની વાત બેબાકીથી રાખી હોય. આ મુશ્કેલ સમયમાં સૈફ અલી ખાનના ચાહકો અને કરીનાના ફોલોઅર્સ તેમના સમર્થનમાં ઉભા છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા: બીજા ઘરમાં શિફ્ટ થશે, સુરક્ષા વધારાઈ
સૈફ અલી ખાન પર હુમલો
ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.