મને નથી લાગતું તારો અવાજ આટલો સારો છે...', નણંદ કરીનાનો ભાભી આલિયા પર કટાક્ષ
Kareena Kapoor On Alia Bhatt Singing: આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'જિગરા' માટે ચર્ચામાં છે. તેની ફિલ્મ 'જિગરા' 11 તારીખે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આલિયા પોતાની એક્ટિંગની સાથે-સાથે સિંગિંગ માટે પણ ખૂબ ફેમસ છે. તેણે 'સમજાવા', 'ઈક કુડી' જેવા ગીતો ગાયા છે. પરંતુ આલિયા ભટ્ટની નણંદ અને અભિનેત્રી કરીના કપૂર ખાનને લાગે છે કે આલિયા સારી સિંગર નથી. આવું ખુદ કરીના કહી રહી છે. હાલમાં જ કરીનાનો શો 'વોટ વુમન વોન્ટ'ની નવી સીઝનનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં કરીના આલિયાની સિંગિંગ પર સવાલ ઉઠાવતી દેખાઈ રહી છે.
કરીનાના શો માં આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ ટૂંક સમયમાં કરીના કપૂરના શોમાં નજર આવશે. આ શોની નવી સીઝન ટૂંક સમયમાં જ દર્શકો વચ્ચે આવી રહી છે. આ શોનો નવો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે, જેમાં આલિયા અને કરીનાને વાતચીત કરતા જોઈ શકાય છે. આ દરમિયાન કરીના આલિયાને કંઈક અવું કહે છે જે સાંભળીને એવું લાગે છે કે કરીનાને આલિયાનો અવાજ ખાસ પસંદ નથી. પ્રોમોમાં આલિયા કરીનાને કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારથી જ મને ગાવાની ઈચ્છા હતી. તેના પર કરીના આલિયાને અટકાવીને કહે છે કે, 'મને નથી લાગતું કે તારો આટલો અવાજ સારો છે કે નહીં.' આલિયા પણ તેનો જવાબ આપ્યા વિના ન રહી શકી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે કરીનાની વાત સાથે સહમત થતી નજર આવી રહી છે. 'જિગરા' સ્ટાર કહે છે કે, 'હું મારા બાથરૂમમાં ગાઈ શકું છું.' કરીનાના શોનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આના પર રમુજ અંદાજમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સામંથા સામે ગાયુ 'ઉ અંટાવા'
તાજેતરમાં જ આલિયાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં આલિયા એક ઈવેન્ટમાં સામંથા રૂથ પ્રભુ સાથે નજર આવી હતી. આ દરમિયાન તે તેનું ગીત 'ઉ અંટાવા' ગાતી નજર આવી હતી. આ પહેલા તે 'દેવરાઃ પાર્ટ વન'નું Chuttamalle ગીત ગાતી નજર આવી હતી. તેનો અવાજ સાંભળીને તમામ હેરાન રહી ગયા હતા. કરીનાના શોની વાત કરીએ તો આલિયા ઉપરાંત આ શોમાં મનોરંજન જગતની ઘણી હસ્તીઓ નજર આવશે. જેમાં નીના ગુપ્તા, મંદિરા બેદી, શ્રેયા ઘોષાલ, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, ભૂમિ પેડનેકર, શેફ રણવીર બરાડ સામેલ છે.