Get The App

VIDEO: વડાપ્રધાન મોદી સાથે કપૂર પરિવારની મુલાકાત, જેહ-તૈમૂર માટે મોકલી ખાસ 'ભેટ'

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
Raj Kapoor's Birth Anniversery


Raj Kapoor's 100th Birth Anniversery: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ઈવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. 

પીએમ મોદીએ બાળકો માટે આપી ગિફ્ટ... 

પીએમને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાંથી એક સુંદર તસવીર સામે આવી છે. PM એ કરીનાના બાળકો માટે ખાસ ભેટ આપી છે. ખરેખર તો ઘરના કોઈપણ બાળકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે લઈ જવામાં આવ્યા ન હતા. કપૂર પરિવારના જે સભ્યો જોવા મળ્યા હતા તેમાં કરીના કપૂર, નીતુ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન અને અન્ય ઘણા લોકો સામેલ હતા. પરંતુ પીએમ દ્વારા જેહ-તૈમૂરને આપવામાં આવેલી ભેટની તસવીર વાયરલ થઈ રહી છે.

VIDEO: વડાપ્રધાન મોદી સાથે કપૂર પરિવારની મુલાકાત, જેહ-તૈમૂર માટે મોકલી ખાસ 'ભેટ' 2 - image

આ પણ વાંચોઃ એક્ટર ન હોત તો હું અંડરવર્લ્ડમાં હોત...', નાના પાટેકરનું મોટું નિવેદન, કહ્યું - ગુસ્સામાં હાથ ઊઠી જાય છે

PM એ જેહ-તૈમુરને કઈ ભેટ આપી?

આ ખાસ મુલાકાત બાદ કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ દરમિયાન પીએમ મોદી એક કાગળ પર સહી કરતા જોવા મળે છે. તેમની સામે કરીના કપૂર જોવા મળી રહી છે. આ કાગળ પર કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્રો જેહ અને તૈમૂરના નામ લખેલા છે અને પીએમએ તેમના નામની નીચે હસ્તાક્ષર કર્યા છે. કરીના કપૂર ખાને તેના પુત્રો માટે આ ખાસ ભેટ માંગી હતી.

VIDEO: વડાપ્રધાન મોદી સાથે કપૂર પરિવારની મુલાકાત, જેહ-તૈમૂર માટે મોકલી ખાસ 'ભેટ' 3 - image


Google NewsGoogle News