કરીના કપૂર, સૈફ અલી ખાન અને મૃણાલ ઠાકુરની પ્રભાસ સાથેની ફિલ્મમાં એન્ટ્રી
- સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મમાં કરીના અને સૈફ નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે
મુંબઇ : સંદીપ રેડ્ડી વાંગા પ્રભાસ સાથે સ્પિરિટ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન અને મૃણાલ ઠાકુરની પણ એન્ટ્રી થઇ ગઇ છે. જોકે એક રિપોર્ટના અનુસાર, કરીના કપૂર અને સૈફ અલી ખાન આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. જ્યારે મુખ્ય ભૂમિકા ભજવવા માટે મૃણાલ ઠાકુર સાથે નિર્માતા ભૂષણ કુમાર અને સંદીપ વાંગા વચ્ચે વાતચીત થઇ રહી છે.
પ્રભાસ આ ફિલ્મમાં પોલીસના રોલ માટે પસંદ કરામાં આવ્યો છે. જ્યારે મૃણાલ સાથે વાતચીત ચાલુ છે અન ેકરીના કપૂર અને સૈફ અલી ખાન નકારાત્મક ભૂમિકા ભજવવાના છે. કરીના અને સૈફ પ્રથમ વખત ફિલ્મમાં પણ એક યુગલ તરીકે નકારાત્મક ભૂમિકા નિભાવતા જોવા મળશે.
કબીર સિંહ અને એનિમલની સફળતા પછી સંદીર રેડ્ડી વાંગા હિંદમાં પોતાની ત્રીજી દિગ્દર્શન ફિલ્મની તૈયારી કરીરહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને ૨૦૨૬માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.
આ એક એકશનથી ભરપૂર કોપ થ્રિલર હશે જેનું પ્રી-પ્રોડકશન કામ હાલ ચાલી રહ્યું છે.