કરીના કપૂર સિંઘમ-ટુમાં અજય દેવગણ સાથે ફરી જોડી જમાવે તેવી શક્યતા
- આ ફિલ્મમાં દીપિકા પદુકોણ પણ લેડી સિંઘમના રોલમાં જોવા મળશે
મુંબઇ : કરીના કપૂર ખાન ૨૦૧૪માં આવેલી ફિલમ સિંઘન રિટર્નસમાં અજય દેવગણ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. હવે જાણકારી છે કે, તે જલદી જ ફ્રેન્ચાઇજીમાં કમબેક કરવાની છે. રિપોર્ટના અનુસાર સિંઘમની સીરીઝના ત્રીજા હિસ્સામાં ફિલ્મસર્જકે કરીના કપૂર ખાનનો સંપર્ક કર્યો છે.
કહેવાય છે કે, કરીના સિંઘમ અગેનમાં લીડ રોલમાં જોવા મળવાની છે. જોકે હાલ એ સ્પષ્ટ નથી કે તે અવનિ કામતના રોલમાં હશે કે પછી અલગ જ ભૂમિકા નિભાવશે. તેના પાત્રને લઇને ગુપ્તતા જાળવવામાં આવી છે. ફિલ્મસર્જક સિંઘમ અગેનનું શૂટિંગ આ વરસના અંતમાં સરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છેકે, સિંઘમ અગેનમાં દીપિકા પદુકોણ પણ જોવા મળવાની છે. રોહિત શેટ્ટીએ ડિસેમ્બર ૨૦૨૨માં જ કન્ફર્મ કર્યું હતુ ંકે, તે સિંઘમની ફ્રેન્ચાઇઝીની આગલી ફિલ્મમાં દીપિકા પદુકોણને લેવાનો છે.
રોહિત શેટ્ટીએ કહ્યુ ંહતું કે, સિંઘમ યૂનિવર્સની આગામી ફિલ્મમાં દીપિકા પદુકોણ લેડી સિંઘમના રોલમાં જોવા મળશે. સિંઘમ અગેનમાં તે મહિલા પોલીસના અવતારમાં હશે. આવતા વરસે અમે આ ફિલ્મમાં સાથે કામ કરશું.