બોલિવૂડ સ્ટાર કપલ કરીના અને સૈફ આ મુદ્દે દરરોજ ઝઘડે છે, બેબોએ કહ્યું- 'તેણે મને ઓછી આંકી...'
Kareena Kapoor On Marriage With Saif Ali Khan: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની ગણતરી બોલિવૂડના પાવર કપલમાં થાય છે. કરીના હાલમાં જ પતિ સાથે વેકેશન પર ગઈ હતી અને તેની ઘણી તસ્વીરો બેબોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જયારે હવે કરીનાએ તાજેતરના તેના એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્નના અનુભવો અને સૈફ સાથે ક્યાં મુદ્દે તેનો ઝગડો થાય છે તે અંગે પણ વાતચીત કરી હતી.
સૈફ સાથે લગ્ન બાબતે શું કહ્યું કરીનાએ?
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને 12 વર્ષ પૂરા થશે. આ દરમિયાન કરીના કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું સૈફ સાથે ઘણાં મુદ્દે લડાઈ કરું છું. અમારી વચ્ચે AC ને લઈને ઝગડો થાય છે. લગ્ન પછી મારું જીવન ઘણું બદલાઈ ગયું. અમે બંને એકબીજા માટે સમય કાઢી શકતા નથી. આથી અમારે પૈસાને લઈને નહીં, પરંતુ સમય ન આપવાના કારણે ઝગડા થાય છે. અમારે કેલેન્ડર જોઈને નક્કી કરવા માટે બેસવું પડે કે આ દિવસે, આ સમયે એકબીજાને મળવાનું છે.’
એસીની બાબતમાં ઝગડો થાય છે
કરીનાએ કહ્યું કે, 'મારે ઘણીવાર સૈફ સાથે ACને લઈને ઝગડો થાય છે. સૈફ 16 ડિગ્રી સેલ્સિયસ પર એસી ચલાવવાનું પસંદ કરે છે, જ્યારે મને એસીનું તાપમાન ઓછામાં ઓછું 20 ડિગ્રી ગમે છે. આ સ્થિતિમાં બંને એકબીજાનું ધ્યાન રાખીને રૂમનું તાપમાન 16 કે 20 ને બદલે 19 ડિગ્રી સેલ્સિયસ રાખીએ છીએ.'
આ પણ વાંચો: જો હું કાલે નહીં હોવ તો...', જાણીતી અભિનેત્રીની સોશિયલ મીડિયા પોસ્ટથી ચાહકો સ્તબ્ધ
કરીના સૈફની દરેક ફિલ્મ જુએ છે
કરીના કપૂરને પૂછવામાં આવ્યું કે શું તમે એકબીજાની ફિલ્મો જુએ છે? આ અંગે કરીના કપૂરે કહ્યું કે ‘હું સખત ટીકા કરું છું.’ સૈફ વિશે વાત કરતાં કરીનાએ કહ્યું કે ‘શું તમે વિશ્વાસ કરી શકો છો કે સૈફે મારી ફિલ્મ 'ક્રૂ' નથી જોઈ! તે શૂટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ મારે તેની બધી ફિલ્મો જોવી હોય છે. આ બાબતે તે મને ઓછી આંકે છે.’