Get The App

ઈન્ટીમેટ સીન આપતાં ખચકાય છે કરીના કપૂર? કહ્યું - રાજકપૂરની પૌત્રી છું, સેન્સેસન નથી બનવું

Updated: Jan 18th, 2025


Google News
Google News
ઈન્ટીમેટ સીન આપતાં ખચકાય છે કરીના કપૂર? કહ્યું - રાજકપૂરની પૌત્રી છું, સેન્સેસન નથી બનવું 1 - image


kareena kapoor khan Not Comfortable Giving Intimate Scenes : હિન્દી સિનેમામાં કરીના કપૂર ખાને વર્ષ 2000 માં પ્રવેશ કર્યો હતો. કરીનાએ તેના કામ માટે અનેક એવોર્ડ પણ જીત્યા છે. વર્ષ 2003 માં કરીનાએ 'ચમેલી' ફિલ્મ કરી હતી. જેમાં તેણે એક સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. તે સમયે કરીના તેના કરિયરની પીક પર હતી.

કરીનાના આ રોલને વહીદા રહેમાનની આઈકોનિક પરફોર્મસ 'પ્યાસા' માં ગુલાબો તરીકેના અભિનય સાથે સરખામણી કરવામાં આવી હતી. કેટલાક ટીકાકારોએ કહ્યું કે, કરીનામાં આકર્ષણનો અભાવ હતો.

આ પણ વાંચો : મારા પર ઘણું દેવું થઈ ગયું છે...' TMKOCના રોશન સોઢીનું દર્દ છલકાયું, હોસ્પિટલથી રજા મળી

હું કોઈપણ પ્રકારના સેન્સેસન સીન નહીં આપું..

એક ઇન્ટરવ્યુમાં આ અંગે કરીનાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હું કોઈપણ પ્રકારના સેન્સેસન સીન નહીં આપું. અને એમ એમ  વહીદા રહેમાનજીએ 'પ્યાસા'માં ક્યારે સેક્સ સીન આપ્યો હતો?

"મને માફ કરજો. પણ તમે રાજ કપૂરની પૌત્રી પાસેથી આ પ્રકારના સીનની અપેક્ષા કેવી રીતે રાખી શકો છો? હું ક્યારેય આવા સીન નહીં કરું." ઉલ્લેખનીય છે કે, કરીનાની ફિલ્મ 'ચમેલી' નું નિર્દેશન સુધીર મિશ્રાએ કર્યું હતું. કરીના માટે આ પાત્ર ભજવવું થોડું મુશ્કેલ હતું, પણ તેણે તે ખૂબ સારી રીતે ભજવ્યું હતું. 

આ પણ વાંચો : શૂટિંગ વચ્ચે ફિલ્મના સેટની છત ધરાશાયી, જાણીતા અભિનેતા અર્જુન કપૂર સહિત અનેક ઈજાગ્રસ્ત

હાલમાં તો કરીના તેના પતિ સૈફ અલી ખાનને લઈને ખૂબ જ ચિંતિત છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા તેના ઘરમાં એક ચોર ઘુસી આવ્યો હતો, જેણે સૈફને ઘાયલ કર્યો હતો. પણ સૈફ હવે ઠીક છે.

Tags :
Kareena-Kapoor-KhanRaj-KapoorIntimate-scenes

Google News
Google News