કરીના કપૂર-ખાને ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની ઘોષણા કરી

Updated: Mar 20th, 2022

Google NewsGoogle News
કરીના કપૂર-ખાને ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની ઘોષણા કરી 1 - image


- સુઝોય ઘોષ જાપાની નોવેલ પરથી બનાવશે એક ફિલ્મ

મુંબઇ : છેલ્લા થોડા સમયથી કરીના કપૂર -ખાનના ડિજિટલ ડેબ્યુ પરની ચર્ચા થઇ રહી છે. હવે કરીનાએ જ આ વાતની સોશિયલ મીડિયા પર ઘોષણા કરી છે. અભિનેત્રીએ એક વીડિયો અને તસવીરો મુકીને પોતાના આવનારા પ્રોજેક્ટની જાણકારી આપી છે. 

કરીના કપૂરે શેર  કરેલા વીડિયોથી જાણવા મળ્યું છે કે, તેનો આ પ્રોજેક્ટ જાપાનના મશહૂર લેખતક કિગો હિગાશિનોના પુસ્તક ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એકસ પર આધારિત હશે. આ પ્રોજેક્ટના નામની જાણકારી હજી મળી નથી. 

કરીનાએ એક વેબસાઇટ  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,તેની ઓટીટી ડેબ્યુ ફિલ્મ દુનિયાભરમાં બેસ્ટસેલર પુસ્તકનું રુપાંતર હશે. જેમાં દર્શકોને મર્ડર, મિસ્ટ્રી અને થ્રિલરની સાથેસાથે ઘણી રોમાંચક બાબતો જોવા મળશે.તેણે એમ પણ કહ્યુ ંહતું કે,તેને સુજોયની કામ કરવાની સ્ટાઇલ અને મેથડ બન્ને પસંદ છે. 

આ વાર્તામાં મુખ્ય છ પાત્રો આવે છે.જેમાં ગણિતનો એક શિક્ષક એક સિંગલ મધરના પ્રેમમાં પડે છે. આ એજ મહિલા છે જેણે પોતાના પતિની હત્યા કરી હોય છે. આ મહિલા એક પુત્રીની માતા પણ છે. આ વાર્તામાં મર્ડર અને પ્રેમ સાથે ઘણા રોમાંચક વળાંક જોવા મળવાના છે. 

Google NewsGoogle News
Gujarat