સૈફ પર હુમલા બાદ કરીનાએ આખરે શૂટિંગ શરૂ કર્યું
- અનેક દિવસો બાદ પહેલીવાર સેટ પર
મુંબઈ : સૈફ અલી ખાન પર હુમલાના આશરે ૨૬ દિવસ બાદ પહેલીવાર કરીના કપૂર સેટ પર પાછી ફરી છે અને તેેણે તેનાં પ્રોફેશનલ કમીટમેન્ટસ નિભાવવાના શરુ કર્યાં છે. મંગળવારે સવારે કરીના પહેલીવાર સેટ પર જતી જોવા મળી હતી. તે વેનિટી વાનમાંથી બહાર નીકળી ત્યારે પાપારાઝીઓએ તેની તસવીરો ખેંચી હતી. કરીનાએ તેમનું અભિવાદન કર્યું હતું પરંતુ તે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના જતી રહી હતી. ગઈ તા. ૧૬મી જાન્યુઆરીએ સૈફ પર તેના ઘરે જ એક તસ્કર દ્વારા હુમલો થયો હતો. સૈફને પાંચ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે પછી ઘરે પાછા ફરી ચૂકેલા સૈફએ થોડા દિવસો પહેલાં તેની આગામી ઓટીટી ફિલ્મ 'જ્વેલથીફ'ના ટીઝર લોન્ચ વખતે પહેલીવાર જાહેરમાં દેખા દીધી હતી.
તે પછી હવે કરીનાએ પણ પોતાનાં શૂટિંગ રાબેતા મુજબ શરુ કરી દીધાં છે.