પ્રભાસની સ્પિરિટમાં કરીના અને સૈફ નેગેટિવ રોલમાં
- એનિમલના સર્જક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ
- કરીના અને સૈફ સાથે હોય તેવી આ છઠ્ઠી ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થવાની છે
મુંબઈ : પ્રભાસની 'સ્પિરિટ' ફિલ્મમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર નેગેટિવ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૈફ અને કરીના સાથે હોય તેવી આ છઠ્ઠી ફિલ્મ હશે. આ ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થવાની છે.
'કબીરસિંઘ' અને 'એનિમલ' જેવી ફિલ્મોના સર્જક સંદીપ રેડ્ડી વાંગા પ્રભાસને મુખ્ય ભૂમિકામાં લઈ 'સ્પિરિટ' બનાવી રહ્યા છે. વાંગાની પાછલી ફિલ્મોની જેમ આ પણ પાન ઈન્ડિયા પ્રોજેક્ટ હશે. તેના ભાગ રુપે તેમણે બોલીવૂડના સૈફ અને કરીના જેવા કલાકારોને કાસ્ટ કર્યા છે.
હવે બહાર આવ્યું છે કે સૈફ અને કરીના આ ફિલ્મમાં પ્રભાસ સામે નેગેટિવ ભૂમિકા કરી રહ્યાં છે. કોઈ પતિ પત્ની એક જ ફિલ્મમાં સાથે નેગેટિવ રોલમાં હોય તેવું ભાગ્યે જ બન્યું છે.
સૈફ અને કરીના આ અગાઉ 'એલઓસી કારગિલ', 'ઓમકારા', 'ટશન', 'કુર્બાન' અને 'એજન્ટ વિનોદ' સહિતની ફિલ્મો સાથે કરી ચૂક્યાં છે. જોકે, 'એલઓસી કારગિલ' અને 'ઓમકારા' બંનેમાં કરીના સૈફની હિરોઈનની ભૂમિકામાં ન હતી.