નણંદ-ભાભી કરીના અને આલિયા બંનેએ નવરાત્રિમાં નવી કાર ખરીદી

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
નણંદ-ભાભી કરીના અને આલિયા બંનેએ નવરાત્રિમાં નવી કાર ખરીદી 1 - image


- કરીનાએ બે  કરોડની નવી લેન્ડ રોવર લીધી 

- આલિયાએ 2.81 કરોડની રેન્જ રોવર કાર ખરીદી, બંનેએ નવરાત્રિ વખતે જ ડિલિવરી મેળવી

મુંબઈ : બોલીવૂડની હિરોઈનો તથા સગપણમાં નણંદ-ભાભી કરીના કપૂર અને આલિયા ભટ્ટે લગભગ એક જ સમયે નવી કારની ખરીદી કરી છે. બંનેએ નવરાત્રિ વખતે જ આ કારની ડિલિવરી મેળવી છે. 

આલિયાએ રેંજ રોવરની ઓટોબાયોગ્રાફી લોંગ વ્હીલની ખરીદી કરી છે. આ કારની કિંમત ૩.૧૮ કરોડ અંદાજવામાં આવી છે. આલિયાએ બ્લેક કલરની કાર પર પસંદગી ઉતારી છે. 

આલિયા પાસે આ અગાઉ લેન્ડ રોવર ની રેન્જ રોવર વોગ, ઓડી એ સિક્સ, બીએમડબલ્યૂ સેવન સીરીઝ, ઓડી ક્યૂ ફાઈવ, ઓડી ક્યુ સેવન સહિતની ગાડીઓ છે. બીજી તરફ રણબીર કપૂર પાસે લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, ઓર્ડી એ૮એલ, મર્સિડિઝ બેન્ઝ જી ૬૩, ઓડીએ ૮એલ, ઓડી આર૮ સહિતની ગાડીઓ છે. 

રણબીરની કઝિન કરીના કપૂરે પણ બે  કરોડની લેન્ડ રોવર ડિફેન્ડર લીધી છે. તેનો કલર વ્હાઈટ છે. આ કાર આશરે બેથી સવા કરોડની હોવાનો અંદાજ છે. તાજેતરમાં કરીના અને કરીશ્મા કપૂર સાથે જોવા મળ્યાં હતાં. તે વખતે કરીના કરીશ્માને વળાવવા માટે નીચે ઉતરી ત્યારે તેની આ નવી કારની ઝલક પણ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દેખાઈ હતી. 

કરીના અને સૈફ પાસે અગાઉથી જ અનેક વૈભવી કારોનો કાફલો છે. 

કરીનાએ હાલ જે કાર લીધી છે તે બોલીવૂડમાં સની દેઓલ અને સુનિલ શેટ્ટી સહિતના કલાકારો પાસે અગાઉથી મોજુદ છે. 


Google NewsGoogle News