'...પ્લીઝ કોઈ મને ફિલ્મોમાં રોલ આપે', 25 વર્ષથી સફળ દિગ્ગજ નિર્માતાએ આખરે કેમ કામ માગ્યું?
Karan Johar: 25 વર્ષથી કરણ જોહર ફિલ્મ મેકર અને પ્રોડ્યુસર તરીકે કામ કરી રહ્યો છે. 2015માં આ ફિલ્મ મેકરે બોમ્બે વેલ્વેટ નામની ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી. તેમજ તે પોતે જ પ્રોડ્યુસ કરેલી ફિલ્મમાં પણ કોઈ કેમિયો કરી લે છે. પરંતુ બોમ્બે વેલ્વેટ બાદ કરણે કોઈ ફિલ્મમાં એક્ટિંગ કરી નથી. તાજેતરમાં જ ફિલ્મ મેકરે તેના અભિનય પ્રત્યેના શોખ વિશે વાત કરી હતી. કરણે કહ્યું કે તે એક ફિલ્મમાં અનન્યા પાંડેના પિતાનો રોલ કરવા માંગે છે.
મને હતું કે મને ઘણી ઓફર મળશે પરંતુ...
સુચિત્રા ત્યાગી સાથે વાત કરતા કરણે કહ્યું હતું કે, 'હું તમને દિલથી કહું છું, મને આજ સુધી એક્ટિંગ માટે એક પણ ઓફર મળી નથી. મેં વિચાર્યું હતું કે ફિલ્મ કર્યા પછી મને ઘણી ઓફર મળશે અને મારે તેમને ના પાળવી પડશે. પણ એવું કંઈ થયું નથી.'
વધુમાં ફિલ્મ મેકરે કહ્યું હતું કે, 'બોમ્બે વેલ્વેટ કર્યા પછી હું ખૂબ ખુશ હતો પણ મને કોઈ પણ ડાયરેક્ટર ફૂલ લેન્થ રોલ ઓફર કર્યો નહી. મને મુખ્યપાત્ર ભજવવામાં કોઈ રસ નથી, તમે મને અનન્યા પાંડેના પિતાનો રોલ ભજવવા આપી શકો છો.'
મારી અંદરનો એક હતાશ અભિનેતા બહાર આવવા માંગે છે
કરણે કહ્યું હતું કે, "હું આ ફિલ્મ જાતે પ્રોડ્યુસ કરવા નથી માંગતો કારણ કે તેનાથી ક્રેડીબિલિટી ઘટી જાય છે. હું મજાક નથી કરતો પણ મને એવું લાગે છે કે મારી અંદરનો એક હતાશ અભિનેતા બહાર આવવા માંગે છે. મને રોજ એવું લાગે છે કે આજે નહિ તો કાલે મને કોઈ મને ફિલ્મમાં રોલ ઓફર કરશે, હું ફિલ્મ માટે મારો સમય આપવા તૈયાર છું
હાલ કરણ જોહરની ફિલ્મ 'કિલ' ખૂબ ચર્ચામાં છે. ગયા વર્ષે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું પ્રીમિયર થયું હતું. કિલ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે આ વર્ષે 5 જુલાઈએ રિલીઝ થશે. લક્ષ્ય લાલવાણી આ ફિલ્મથી ડેબ્યૂ કરશે. જયારે રાઘવ જુયાલ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે.