મંજુમ્મેલ બોયઝની હિંદી રિમેક માટે કરણ જોહરને મંજૂરી નહીં

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
મંજુમ્મેલ બોયઝની હિંદી રિમેક માટે કરણ જોહરને  મંજૂરી નહીં 1 - image


- કરણ અનેક ક્લાસિક્સને વેડફવા માટે બદનામ

- કરણ ગ્લેમરનો તડકો નાખીને સ્ટાર સેન્ટ્રિક બનાવે તે સર્જકોને મંજૂર નથી

મુંબઇ : સાઉથમાં ચિદમ્બરમ એસ પોદુવાલની મલયાલમ ફિલ્મ 'મંમ્મ્મેલ બોયઝ' ટિકિટબારી પર ટંકશાળ પાડી રહી છે. મલયાલમ બોક્સ ઓફિસની સર્વકાલીન સુપરહિટ ફિલ્મોમાં સ્થાન પામી ચુકેલી આ ફિલ્મની રિમેક માટે કરણ જોહર ધમપછાડા કરી રહ્યો છે પરંતુ મૂળ સર્જકોએ તેને દાદ આપી નથી. 

ફિલ્મના સર્જક અને કલાકાર શૌબિન સાહિરના મતે આ ફિલ્મની કથા કેરળ અને તમિલનાડુના આંતરિક ભાગો સાથે એટલી હદે વણાયેલી છે કે તેને હિંદીમાં બનાવવા જતાં મૂળ ફિલ્મનું પોત જ હણાઈ જશે. આ ફિલ્મમાં તદ્દન નવા ચહેરાઓ છે અને તેથી  દર્શકોમાં તે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. બીજી તરફ કરણ જોહર સાઉથની ભાષાઓની સારી સારી ફિલ્મોની હિંદી રિમેકના રાઈટ્સ લીધા બાદ તેને વધારે પડતી ગ્લેમરસ બનાવી દેવા તથા સ્ટાર સેન્ટ્રિક બનાવી દેવા માટે કુખ્યાત છે. કરણ જોહરને ફિલ્મની આર્ટ સાથે કોઈ લેવાદેવા હોતી નથી.


Google NewsGoogle News