કરણ જોહરે રણબીર કપૂરની 'એનિમલ'ને વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી
Image Source: Twitter
- મેં 'એનિમલ' ફિલ્મ બે વખત જોઈ: કરણ જોહર
મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2023, મંગળવાર
ફિલ્મમેકર અને ડાયરેક્ટર કરણ જોહરે કણબીર કપૂરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'ના ખૂબ વખાણ કર્યા છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડાયરેક્ટ કરી હતી. એક્શન ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા છે પરંતુ પોતાની સ્ટોરી માટે તેને ટિકાનો પણ સામનો કરવો પડ્યો છે. જોકે, કરણ જોહરે 'એનિમલ'ને વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે અને તેણે ખુલાસો કર્યો કે, તેમણે આ ફિલ્મ બે વખત જોઈ.
કરણ જોહરે સંદીપ રેડ્ડી, રાની મુખર્જી, તાપસી પન્નુ, પૃથ્વી કોનાનૂર, જૂડ એન્થોની જોસેફ અને રીમા દાસ સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મના વખાણ કર્યા. તેણે કહ્યું કે, 'એનિમલ' વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે અને તેની સફળતા 'ગેમ-ચેન્જર' છે.
કરણ જોહરે કહ્યું કે જ્યારે મેં કહ્યું કે મને 'એનિમલ' કેટલી પસંદ આવી તો લોકો મારી પાસે આવ્યા અને બોલ્યા કે તમે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' બનાવી છે જે આ ફિલ્મની બિલકુલ વિપરિત છે ત્યારે મેં કહ્યું કે હું તમારી સાથે વધુ અસહમત નથી થઈ શકતો કારણ કે મારા માટે 'એનિમલ' વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. આ નિર્ણય પર પહોંચવામાં મને થોડો સમય અને ઘણી હિંમત લાગી કારણ કે જ્યારે આપણે લોકોની આસપાસ હોઈએ છીએ ત્યારે આ પ્રકારના નિર્ણયો લેવાથી ડરીએ છીએ. જેમ કે 'કબીર સિંહ'ના સમયમાં થયું હતું. તે ફિલ્મ પણ મને પસંદ આવી હતી. મને એવું લાગી રહ્યું હતું કે હું કંઈક એવું કહેવા જઈ રહ્યો છું જેનાથી લોકો મને ટ્રોલ કરશે પરંતુ હવે મને ફર્ક નથી પડતો.
એનિમલના લાસ્ટ સીન વિશે વાત કરતા કરણ જોહરે કહ્યું કે, અંતમાં જ્યારે વ્યક્તિ લડાઈ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે સોન્ગ વાગે છે. મારી આંખોમાં આંસુ હતા પરંતુ ત્યાં માત્ર લોહી હતું. તેમણે કહ્યું કે, મેં આ ફિલ્મ બે વખત જોઈ છે. પહેલી વખત એક દર્શક તરીકે અને બીજી વખત તેને સ્ટડી કરવા માટે જોઈ હતી. મને લાગે છે કે, એનિમલની સફળતા અને તેને પસંદ કરવું ગેમ-ચેન્જિંગ છે.