કરણ ઔજલાના કોન્સર્ટમાં ભયંકર બબાલ: લોકોએ એકબીજા પર ફેંક્યા ડબ્બા, પોલીસ લાચાર, જુઓ VIDEO
Karan Aujla Concert: સિંગર કરણ ઔજલા 15 ડિસેમ્બરના રોજ રવિવારે પોતાના 'ઇટ વોઝ ઓલ અ ડ્રીમ ટૂર' માટે દિલ્હી એનસીઆર આવ્યો હતો. જો કે, કરણના કોન્સર્ટમાં લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જ્યાં કોન્સર્ટમાં સામેલ લોકો એકબીજા પર કેન ડબ્બા અને મારપીટ કરતા નજર આવ્યા હતા. આ લડાઈ કોન્સર્ટના વીઆઈપી લાઉન્જમાં થઈ હતી, ત્યારબાદ પોલીસને આ મામલે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. હવે કોન્સર્ટના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે કોન્સર્ટની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. દિલજીત દોસાંઝ બાદ હવે કરણ ઔજલાનો કોન્સર્ટ વિવાદમાં ફસતો નજર આવી રહ્યો છે.
કરણ ઔજલાના કોન્સર્ટમાં મારપીટ
15 ડિસેમ્બરે ગુરુગ્રામમાં કરણ ઔજલાના કોન્સર્ટ દરમિયાન કેટલાક લોકો વચ્ચે ભયંકર બબાલ થઈ ગઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિ ગુસ્સામાં બીજા વ્યક્તિને માર મારતો નજર આવી રહ્યો છે અને જ્યારે તે જમીન પર ઢળી પડે છે તો તેને ફરીથી માર મારવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ લડાઈ દરમિયાન બાળકો અને મહિલાઓ પણ ત્યાં હાજર હતા, જેઓ આ હિંસાના સાક્ષી બન્યા હતા. જો કે, આ દરમિયાન સુરક્ષાકર્મીઓ ક્યાંય નજર નહોતા આવી રહ્યા, જેનાથી એ સવાલ થાય છે કે, આટલા મોટા ઈવેન્ટમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત હતી. આ કોન્સર્ટ ગુરુગ્રામના એયરિયા મોલમાં યોજાયો હતો, જ્યાં 12000થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ કોન્સર્ટમાં બબાલ થતાં લોકોએ એકબીજા પર ડબ્બા ફેંક્યા હતા અને મારપીટ કરી હતી. આ ઘટના બાદ લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલા મોટા ઈવેન્ટ દરમિયાન સિક્યોરિટીનો શું રોલ હતો?
કરણે ગુરુગ્રામમાં પોતાના કોન્સર્ટમાં રેપર બાદશાહ સાથે પરફોર્મ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બોલિવૂડ એક્ટર વરુણ ધવન જે હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'બેબી જોન'ની રિલીઝને લઈને ચર્ચામાં છે. તે પણ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. પોતાના પરફોર્મન્સ બાદ સિંગર કરણે કહ્યું કે, ગુરૂગ્રામનો આભાર! આજની રાત ખૂબ શાનદાર હતી! તમે લોકો સારી રીતે જાણો છો કે એક શાનદાર પાર્ટી અને જશ્ન કેવી રીતે મનાવાય છે! વરુણ અને બાદશાહ ભાઈનો આજે રાત્રે આવવા બદલ આભાર. તેણે તૌબા તૌબા, સોફ્ટલી અને મેકિંગ મેમરીઝ જેવા તેના ચાર્ટ-ટોપિંગ હિટ ગીતો પણ ગાયા. કરણ ઔજલા 17 અને 19 ડિસેમ્બરે દિલ્હીમાં ફરી ધમાલ મચાવશે.
આ પણ વાંચો: કેનેડામાં ઉથલપાથલના એંધાણ! ડેપ્યુટી PMના રાજીનામાં બાદ 'મિત્ર'એ પણ ટ્રુડોને આપ્યો દગો
કરણ ઔજલાએ બોલિવૂડમાં મચાવી ધૂમ
'તૌબા તૌબા'થી ધૂમ મચાવનાર કરણ ઔજલાનો ભારત પ્રવાસ 7 ડિસેમ્બર, 2024ના રોજ ચંદીગઢથી શરૂ થયો હતો અને 5 જાન્યુઆરી, 2025ના રોજ હૈદરાબાદમાં સમાપ્ત થશે. સિંગર 21 અને 22 ડિસેમ્બરે મુંબઈ, 24 ડિસેમ્બરે કોલકાતા, 29 ડિસેમ્બરે જયપુર અને 31 ડિસેમ્બરે અમદાવાદમાં ધમાલ મચાવશે. વિકી કૌશલની ફિલ્મ 'બેડ ન્યૂઝ'ના તેના ગીત 'તૌબા તૌબા'ની જબરદસ્ત સફળતા બાદ કરણ ઔજલા સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે.