ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ 'સરજમીન'નું કરણ દ્વારા એલાન
- 12 વર્ષ પછી ફરી કાજોલ કરણની ફિલ્મમાં
- પબ્લિસિટીના ગતકડાં માટે જાણીતા કરણે ફિલ્મનું અનુમાન ચાહકો પર છોડયું
મુંબઈ : સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનની ફિલ્મ 'સરજમીન'નું એલાન કરી દેવામાં આવ્યું છે. કરણ જોહરે આ એલાન કરતાં કહ્યું છે કે ફિલ્મ રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ દ્વારા કાજોલ ૧૨ વર્ષ બાદ કરણ જોહરનાં પ્રોડક્શનમાં ફરી કામ કરી રહી છે.
જોકે, ફિલ્મના પ્રમોશન માટે જાતભાતનાં ગતકડાં કરવા માટે જાણીતા કરણ જોહરે આ વખતે પણ આ એલાનમા એક ગતકડું કર્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર ચાહકો માટે એક ક્વિઝના ફોર્મેટમાં પોસ્ટ કરી હતી. જેમા ઈબ્રાહિમ અલી ખાન ઉપરાંત ફિલ્મના અન્ય કલાકારો પૃથ્વીરાજ કે કાજોલનાં નામ આપ્યા વિના કે પછી ફિલ્મનું ટાઈટલ પણ જાહેર કર્યા વિના તેની કાસ્ટ સહિતની બાબતોનું વર્ણન કરી ચાહકોને આ ફિલ્મ વિશે જણાવવા કહેવાયું હતું.
બોમન ઈરાનીનો પુત્ર કાયઝ ઈરાની આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે.
જોકે, ચાહકોને કરણનું આ ગતકડું ખાસ પસંદ આવ્યું ન હતું. તેમણે કહ્યું હતું કે બેઝિકલી કરણ વધુ એક સ્ટાર કિડને લોન્ચ કરી રહ્યો છે. તેનાથી વિશેષ આ ફિલ્મમાં કશું નથી.