કપૂર પરિવારનો નબીરો જહાન કપૂર બોલીવૂડમાં હંસલ મહેતાની ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહ્યો છે
- આ ફિલ્મમાં પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ પણ જોવા મળશે
મુંબઇ : હંસલ મહેતાએ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવી છે. જેમાં કપૂર પરિવારનો નબીરો જહાન કપૂર જોવા મળવાનો છે. તેમજ પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.
સ્વ. અભિનેતા શશિ કપૂરના પૌત્ર જહાન કપુર હંસલ મહેતાની ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી લઇ રહ્યો છે. ત્યારે જહાનની પિતરાઇ બહેન કરીના કપૂર ખાનએ આ ફિલ્મનું નામ અને પ્રથમ લુક બહાર પાડયું છે. ફિલ્મનું નામ ફરાજ છે જેમાં જહાનની સાથે પરેસ રાવલનો પુત્ર આદિત્ય રાવલ જોવા મળી રહ્યો છે.
ફિલ્મ ફરાઝની વાર્તા એક જુલાઇ ૨૦૧૬ના રોજ ઢાકામાં એક કેફે પર થયેલા આતંકી હુમલાની સત્ય ઘટના પરથી પ્રેરિત છે. જેમાં પાંચ આતંકવાદીઓએ કેફેમાં તોડફોડ કરી હતી અને લગભગ ૧૨ કલાકો સુધી ૫૦થી અધિક લોકોને બંધક બનાવીને રાખ્યા હતા.
કરીનાએ ભાઇના ડેબ્યુ માટે શુભેચ્ચા આપીને એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, જ્યારે રાત અંધેરી હો ઔર વિશ્વાસ સબસે ચમકદાર. ફિલ્મ ફરાઝ કા ફર્સ્ટ લુક. જહાનને મારી શુભેચ્છા, મને તારા પર ગર્વ છે અને રૂપેરી પડદે તને જોવા ઉત્સુક છું.