કપિલ શર્માએ લીધો અક્ષય કુમાર સાથે બદલો, ખેલાડીનો આ પ્રોજેક્ટ છીનવી લીધો
નવી દિલ્હી,તા. 26 ઓક્ટોબર 2023, ગુરુવાર
કોમેડિયન કપિલ શર્માના શોમાં જો કોઈ સૌથી વધુ વખત આવ્યું હોય તો તે અક્ષય કુમાર હશે. અક્ષય હંમેશા પોતાની ફિલ્મના પ્રમોશન માટે કપિલના શોમાં આવતો હતો. જ્યાં બંનેએ એકબીજા સાથે મસ્તી કરી હતી. કપિલ હંમેશા અક્ષયને ઘણા બધા પ્રોજેક્ટ કરવા માટે ટોણા મારતો રહે છે. એટલું જ નહીં, તેણે એક વખત અક્ષય પર એડ છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો.
એડ છીનવાનો આરોપ
અક્ષય કુમાર એકવાર પોતાની ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં આવ્યો હતો. જ્યાં કપિલે અક્ષયના કામને લઈને તેની મજાક ઉડાવી હતી. કપિલે કહ્યું હતું - 8 ફિલ્મો સિવાય જો મારા જેવો અન્ય કોઈ નાની એડ ફિલ્મ કરશે તો તેની એડ પણ છીનવી લેવામાં આવશે.
કપિલ શર્માએ અગાઉ એક એડ કરી હતી જેમાં આવતા વર્ષે અક્ષય કુમાર જોવા મળ્યો હતો. હવે આ જ એડને કપિલે પાછી લઇ લીધી હતી. પોલિસીની નવી એડ સામે આવી છે જેમાં કપિલ શર્મા જોવા મળી રહ્યો છે. આ એડમાં કપિલ સાથે ઈન્ફ્લુએન્સર Agu Stanley પણ જોવા મળ્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કપિલ થોડા સમય પહેલા ઈન્ટરનેશનલ લાઈવ ટૂર પરથી પરત ફર્યો છે. આ વર્ષે તેનો શો ઓફ એર થયો હતો. ટૂંક સમયમાં કપિલ નવી સીઝન સાથે કમબેક કરી રહ્યો છે.