Get The App

'બેંક બેલેન્સ '0' થઈ ગયું ત્યારે પત્નીએ મને...', ડિપ્રેશનના સમયને યાદ કરીને કપિલ શર્માએ શેર કર્યો અનુભવ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
Kapil Sharma


Kapil Sharma: કપિલ શર્મા હાલમાં ટીવીના સૌથી અમીર કલાકારોમાંનો એક છે. લોકો વર્ષોથી તેના કોમેડી શોને પસંદ કરે છે. પરંતુ કપિલે પોતાના જીવનમાં સારા અને ખરાબ બંને સમય જોયા છે. એક પોડકાસ્ટમાં કપિલે શેર કર્યું હતું કે, 'મારા જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે મારું બેન્ક બેલેન્સ ઝીરો કહી શકાય તેવી હાલત થઈ ગઈ હતી અને આ મુશ્કેલ સમયમાં હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.'

હું પાગલ હતો- કપિલ 

કપિલે એક પોડકાસ્ટમાં વાત કરતા કહ્યું હતું કે, 'એ સમયે હું પાગલ હતો. મેં બે ફિલ્મો કરી. વાસ્તવમાં એવું થયું કે મારી પાસે ઘણા પૈસા હતા. મેં વિચાર્યું કે જેની પાસે પૈસા છે તે પ્રોડ્યુસર બની જાય છે. પરંતુ એકલા પૈસા રાખવાથી વ્યક્તિ પ્રોડ્યુસર બની શકતી નથી. પ્રોડ્યુસર બનવા માટે એક એલગ વિચાર હોવો જોઈએ. પ્રોડ્યુસર બનવા માટે એક અલગ પ્રકારની ટ્રેનિંગ છે. મેં ઘણા પૈસા ગુમાવ્યા, મારું બેંક બેલેન્સ ઝીરો થઈ ગયું.'

આ પણ વાંચો: આજે બર્થ એનિવર્સરી કે ડેથ એનિવર્સરી નથી, છતાં ગૂગલે શા માટે સિંગર KKનું બનાવ્યું ડૂડલ? કારણ આવ્યું સામે

પહેલા સારી રીતે બધું જાણીને પછી આગળ વધો 

આ પોડકાસ્ટમાં કપિલે કહ્યું કે, 'આ ઘટના બાદ હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પછી ગિન્નીએ મારી સંભાળ લીધી. હું મારી ભૂલમાંથી શીખી ગયો છું. હવે ફરી આ ભૂલ નહીં કરું. મને લાગે છે કે જો યુવાનો કંઈક શરૂ કરવા માંગતા હોય, તો તેઓએ પહેલા તેના વિશે સારી રીતે જાણવું જોઈએ. પછી આગળ વધો. હું તેમને જીવનનો આ પાઠ આપી રહ્યો છું.'

કપિલ શર્માએ વર્ષ 2017 અને 2018માં બે ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. એક 'ફિરંગી' અને બીજી 'સન ઓફ મનજીત સિંહ'. કપિલે 'ફિરંગી'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંને ફિલ્મોને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

'બેંક બેલેન્સ '0' થઈ ગયું ત્યારે પત્નીએ મને...', ડિપ્રેશનના સમયને યાદ કરીને કપિલ શર્માએ શેર કર્યો અનુભવ 2 - image


Google NewsGoogle News