કાંતારા ટૂમાં પંજુરલી અને ગુલીગા દેવોની કથા હશે
ફિલ્મ આગલા ભાગની પ્રિકવલ હશે
ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ શ્રીલંકામાં થશે, આવતાં વર્ષે રીલીઝ કરાશે
મુંબઇ: ઋષભ શેટ્ટીની 'કાંતારા ટૂ'મા પંજુરલી અને ગુલીગા દેવોની કથા હશે. આ ફિલ્મ આ પહેલાં રીલીઝ થયેલી ફિલ્મની પ્રિકવલ હશે એટલે કે તેમાં પહેલા ભાગમાં દર્શાવાયેલી વાર્તાની પહેલાની વાત હશે.
'કાંતારા' અણધારી હિટ થયા બાદ અને સમગ્ર દેશમાં પ્રશંસા પામ્યા બાદ હવે તેના ભાગ બેની રાહ જોવાઈ રહી છે. ભાગ બેની સ્ટોરીની અત્યાર સુધી બહાર આવેલી વિગતો અનુસાર ફિલ્મનું કથાનક પ્રાચીન કાળનું હશે. તેમાં પંજુરલી અને ગુલીગા દેવોની વાત હશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ શ્રીલંકામાં કરવામાં આવશે. ૨૦૨૨ના સપ્ટેમ્બરમા ંરિલીઝ થયેલી 'કાંતારા'માં ઋષભ શેટ્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે આ ફિલ્મની વાર્તા લખવાની સો સાથે દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૪૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.