Get The App

સાઉથની 28 કરોડની ફિલ્મે કરી 100 કરોડની કમાણી, હવે હિન્દીમાં પણ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
સાઉથની 28 કરોડની ફિલ્મે કરી 100 કરોડની કમાણી, હવે હિન્દીમાં પણ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ 1 - image


નવી દિલ્હી,તા. 18 નવેમ્બર 2023, શનિવાર 

એક 72 વર્ષના હિરો જે ઓછા બજેટની ફિલ્મો કરીને પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર મામૂટીની જેની સુપરહિટ ફિલ્મ કન્નુર સ્ક્વોડે સ્ટોરી અને અભિનયના કારણે દર્શકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. રસપ્રદ વાત એ છે કે કન્નુર સ્ક્વોડ હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી છે. આ રીતે હિન્દી ફિલ્મોના ચાહકો પણ તેનો ભરપૂર આનંદ માણી શકશે.

મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મામૂટીની 'કન્નૂર સ્ક્વોડ' પાંચ ભાષાઓમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. 

આ રીતે આ ફિલ્મ હિન્દી દર્શકો માટે પણ રિલીઝ થઈ રહી છે. કોઈપણ રીતે, ડબ કરેલી ફિલ્મોની ભારે માંગ છે અને જો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હોય તો તેનાથી વધુ શું કહી શકાય.

મામૂટીની કન્નુર સ્ક્વોડ 28 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કન્નુર સ્ક્વોડનું નિર્દેશન રોબી વર્ગીસ રાજ દ્વારા કરવામાં આવ્યું છે. નિર્દેશક તરીકે આ તેની પ્રથમ ફિલ્મ છે. મામૂટીએ આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું છે.

ફિલ્મનું બજેટ લગભગ 28 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં મામૂટી ઉપરાંત કિશોર, વિજયરાઘવન, રોની ડેવિડ રાજ, અઝીઝ નેદુમંગડ અને શરત સબા લીડ રોલમાં છે. 


Google NewsGoogle News