70 કરોડમાં બનેલી કંગનાની તેજસની કમાણી સવા ચાર કરોડ
- અન્ય હક્કોની આવક બાદ 50 કરોડની ખોટ
- કંગનાની અગાઉની ફિલ્મ 'ધાકડ'માં નિર્માતાએ 78 કરોડ ગુમાવ્યા હતા
મુંબઇ : કંગના રણૌતની આશરે ૭૦ કરોડના બજેટમાં બનેલી 'તેજસ' ફિલ્મને માંડ સવા ચાર કરોડની કુલ કમાણી બોક્સ ઓફિસ પર થઈ છે. ડિજિટલ રાઈટ્સ સહિતની અન્ય આવકોને બાદ કરતાં આ ફિલ્મે ૫૦ કરોડની ખોટ કરી છે.
ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર કંગનાની ફિલ્મનું ટોટલ બજેટ આશરે ૭૦ કરોડ હતું. દેશનાં કેટલાંય થિયેટરમાં તો તેને એક પણ પ્રેક્ષક ન મળતા પહેલા જ દિવસે ઉતારી લેવાની ફરજ પડી હતી.
થિયેટર્સનું કુલક્લેક્શન ૪.૨૫ કરોડ આસપાસ થયું હતું. તેમાંથી ડિસ્ટ્રીબ્યૂટર્સના ૧.૯૧ કરોડ બાદ કરતાં પ્રોડયૂસરને માત્ર ૨.૩૪ કરોડ મળ્યા હતા.
ફિલ્મના સેટેલાઇટ, મ્યુઝિક અને સ્ટ્રીમિંગ રાઇટસની કિંમત ૧૭ કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે. આ મનિર્માતાને માંડ ૧૯ કરોડ જેટલી કુલ આવક થાય તેમ છે.
ફિલ્મ નિર્માતાએ કુલ ૫૦ કરોડ ગુમાવવા પડે તેવી હાલત છે.
કંગનાની અગાઉની ફિલ્મ 'ધાકડ' પણ ૮૦થી ૮૫ કરોડના બજેટમાં બન્યા બાદ નિર્માતાને થિયેટરોમાંથી માંડ ૩.૧૭ કરોડ મળ્યા હતા.
કંગનાની પાછલી ફિલ્મો 'થલાઈવી', 'જજમેન્ટલ હૈ ક્યા', 'પંગા' ,'મણિકર્ણિકા', 'રંગૂન' વગેરે તમામ નિષ્ફળ ગઈ છે.