કંગનાની ફિલ્મ ઈમરજન્સી બાંગ્લાદેશમાં રીલિઝ નહિ કરાય
- બાંગ્લાદેશની આઝાદીની લડાઈનાં ચિત્રણ સામે વાંધો
- અગાઉ પણ બાંગ્લાદેશમાં વખતોવખત ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ રહી ચૂક્યો છે
મુંબઇ : કંગના રણૌતની 'ઈમરજન્સી' ફિલ્મ બાંગ્લાદેશમાં રીલિઝ કરાશે નહીં. બંને દેશો વચ્ચેનાં સંબંધો હાલ વણસ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
સ્વ. વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ પાકિસ્તાનથી બાંગ્લાદેશનની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ૧૯૭૧ના બાંગ્લાદેશ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીય સેના અને ઇંદિરા ગાંધીની સરકારની ભૂમિકા તેમજ શેખ મુજીબુર રહેમાનન ભારતનાં સમર્થનને દર્શાવામાં આવ્યું છે.
ફિલ્મમાં બાંગ્લાદેશી ચમરપંથીઓના હાથે શેખ મુજીબુર રહેમાનની હત્યાને પણ દર્શાવામાં આવી છે. બાંગ્લાદેશમાં હાલના સત્તા પલ્ટા પછી બાંગ્લાદેશના યુદ્ધને અલગ સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. આથી આ ફિલ્મ પર પ્રતિબંધ લદાયો છે.