Get The App

કંગનાએ માધવન સાથે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

Updated: Jan 28th, 2025


Google News
Google News
કંગનાએ માધવન  સાથે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું 1 - image


- ઈમરજન્સી ફલોપ છતાં પણ  નાસીપાસ નહિ 

- તનુ વેડ્સ મનુ થ્રી હોવાની અટકળો પણ વાસ્તવમાં સાયકો થ્રીલર હોવાની શક્યતા

મુંબઇ : કંગના રણૌતે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું છે. તેણે શેર કરેલાં ક્લેપ બોર્ડ અનુસાર આ ફિલ્મમાં આર. માધવન તેની સાથે સહ કલાકાર છે. અનેક લોકોએ આ ફિલ્મ 'તનુ વેડ્સ મનુ થ્રી' હોવાની અટકળો વ્યક્ત કરી હતી પરંતુ ખુદ માધવન પોતે આ ફિલ્મનો ભાગ હોવાનું અગાઉ નકારી ચૂક્યો છે. આ ફિલ્મ એક સાયકોલોજીકલ થ્રીલર હોવાનું મનાય છે. કંગનાએ ૨૦૨૩માં જ આ ફિલ્મની ઘોષણા કરી હતી.ઉલ્લેખનીય છે કે, આર માધવને પોતે એક ઇન્ટરવ્યુમા કન્ફર્મ કર્યું હતું કે તેને 'તનુ વેડ્સ મનુ'ના ત્રીજા ભાગ માટે હજુ  સુધી કોઈ ઓફર મળી નથી. માધવને કહ્યું હતું કે ' તનુ વેડસ મનુ ૩' માટે ફિલ્મની ટીમમાંથીકોઇએે તેનો સંપર્ક કર્યો નથી. કંગનાની 'ઈમરજન્સી' ફિલ્મ તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર ફલોપ ગઈ છે. કંગનાની આ લગાતાર દસમી ફલોપ ફિલ્મ છે. જોકે, ફિલ્મમાં કંગનાની એક્ટિંગનાં વખાણ થયાં છે. 

Tags :
Kangana-RanautR-Madhavan

Google News
Google News