Get The App

કંગનાએ તેનો મુંબઈનો બંગલો 40 કરોડમાં વેચવા કાઢ્યો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
કંગનાએ તેનો મુંબઈનો બંગલો 40 કરોડમાં વેચવા કાઢ્યો 1 - image


- આ જ બંગલા પર બૂલડોઝર પહોંચ્યું હતું

- કંગના કોઈ મોટી પ્રોપર્ટી ડીલ કરી રહી છે કે પછી ફિલ્મો ફલોપ જવાનું પરિણામ તે અંગે તર્કવિતર્ર્ક 

મુંબઈ: એકટ્રેસમાંથી હવે સંસદસભ્ય બની ચૂકેલી કંગના રણૌતે તેનો મુંબઈના પાલી હિલ ખાતેનો વિશાળ બંગલો વેચવા કાઢ્યો હોવાની વાત વહેતી થઈ છે. આ બંગલા માટે કંગનાએ ૪૦ કરોડ રુપિયા ક્વોટ કર્યા હોવાનું કહેવાય છે. 

એક  યુ ટયૂબ પેજ પર આ બંગલો વેચાવાનો હોવાની માહિતી અપાઈ છે. તેમાં જણાવાયું છે કે પ્લોટ સાઈઝ ૨૮૫ મીટરની છે અને તેના પર ૩૦૪૨ ચોરસ ફૂટનું બાંધકામ છે. બંગલામાં ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત બે ફલોર છે. 

આ જાહેરાતમાં બંગલો કંગનાનો જ હોવાની માહિતી અપાઈ નથી પરંતુ બંગલાની વીડિયો ટૂરના આધારે ચાહકો પારખી ગયા છે કે આ કંગનાનો જ બંગલો છે. ૨૦૨૦માં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા આ બંગલામાં ગેરકાયદેસર થયેલું બાંધકામ તોડવાની કાર્યવાહી માટે બુલડોઝર મોકલાયું હતું. તે વખતે કંગનાએ અદાલતી જંગ લડીને બંગલો તૂટતો બચાવ્યો હતો. જોકે, ત્યા સુધીમાં આ બંગલામાં આવેલી તેની પ્રોડક્શન કંપની મર્ણિકર્ણિકા ફિલ્મ્સનો ઘણો હિસ્સો તોડી નાખવામાં આવ્યો હતો. તે વખતે આ બંગલાના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા તે પરથી ચાહકોએ યુ ટયૂબની જાહેરાતમાં દર્શાવાયેલો બંગલો કંગનાનો જ હોવાનું પારખી લીધું છે. 

કંગના સાંસદ બન્યા પછી દિલ્હીમાં જ રહેવા માટે કોઈ મોટી પ્રોપર્ટી ડીલ કરી રહી છે કે પછી મર્ણિકર્ણિકા ફિલ્મ્સના નેજા હેઠળ બનાવેલી તેની મોટાભાગની ફિલ્મો ફલોપ જવાના કારણે આ બંગલો વેચી રહી છે તે અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.  આ બંગલો બાન્દ્રા પાલી હિલના પોશ વિસ્તારમાં આવેલો છે અને તેની આસપાસ બીજા અનેક ફિલ્મ સ્ટાર્સના બંગલા છે. 



Google NewsGoogle News