કંગનાએ તેજસની નિષ્ફળતા વચ્ચે સાઉથની ફિલ્મ સાઈન કરી

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
કંગનાએ તેજસની નિષ્ફળતા વચ્ચે સાઉથની ફિલ્મ સાઈન કરી 1 - image


- ફિલ્મ 'ભૈરવી'નું બજેટ 100 કરોડ આવતા વર્ષે પ્રોડક્શન શરૂ થશે

મુંબઇ : કંગના રનૌતની હાલની રિલીઝ થયેલી ફિલ્મ તેજસ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. તેમ છતાં તેની પરવાહ કર્યા વિના અભિનેત્રી પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી છે અને તેણે દક્ષિણની એક ફિલ્મ સાઇન કરી છે. જોકે હાલ આ ફિલ્મ સાથે કોઇ સ્ટુડિયો જોડાયો નથી. લાગે છે કે, સાઉથની ઇન્ડસ્ટ્રી કંગનાને સપોર્ટ કરવા માટે ઉત્સાહિત છે. 

અભિનેત્રીએ ફિલ્મ તેજસની નિષ્ફળતાને ધ્યાનમા ં પણ લીધી નથી અને દક્ષિણની બિગ બજેટ ફિલ્મ ભૈરવી શિર્ષકની સાઇન કરી છે. આ ફિલ્મનું બજેટ ૮૦-૧૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જેનું પ્રોડકશન આવતા વરસના શરૂકરવામાં આવશે. 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ભૈરવી એક બદલાની સ્ટોરી છે. ફિલ્મના લીડ રોલના માતાની હત્યા થઇ જાય છે. જે તેના પાલક પિતા દ્વારા જ કરવામાં આવી હોવાનું કહેવાય છે.  આ ફિલ્મ એક માતાની હત્યાનું સત્ય શોધવા પર આધારિત છે.


Google NewsGoogle News