એરફોર્સ ડે પર કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
Image Source: Twitter
- ફરી એક વખત કંગનાએ 'તેજસ ગિલ'ના પાત્રમાં લોકોનુ દિલ જીતી લીધુ
મુંબઈ, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર
બોલીવુડ ક્વીન કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ 'તેજસ'ના રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આજે એરફોર્સ ડે ના અવસર પર કંગના રનૌત સ્ટારર ફિલ્મ તેજસનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલર રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર છવાઈ ગયુ છે. આ અગાઉ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસર પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન એક્ટ્રેસનો ધાંસૂ અંદાજ જોવા મળ્યો હતો. હવે ફરી એક વખત કંગનાએ 'તેજસ ગિલ'ના પાત્રમાં લોકોનુ દિલ જીતી લીધુ છે.
નિર્માતાઓએ આજે એરફોર્સ ડે પર ટ્રેલર પરથી પદડો હટાવી લીધો છે. જેમાં કંગના રનૌતને પ્રખર, જુસ્સાદાર અને શક્તિશાળી એરફોર્સ પાયલટ તેજસ ગિલ તરીકે દર્શાવવામાં આવી છે. હાઈ લેવલના એરિયલ સીન સાથે શરૂઆત અને દિલ જીતનારા ડાયલોગ #BharatKoChhedogeToh ChhodengeNahi આનાતી ટ્રેલર તરત જ તેમના તરફ ધ્યાન ખેંચે છે. સારી રીતે કંપોઝ કરેલ સાઉન્ડટ્રેક અને પ્રભાવશાળી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ સાથે ટ્રેલર એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ છે જે દમદાર ડાયલોગ સાથે દેશભક્તિની ભાવના જગાડે છે. ટ્રેલરમાં કંગના પરાક્રમી એરફોર્સ પાયલટ તરીકે સ્ક્રીન પર રાજ કરતી નજર આવી રહી છે. રિયલમા ગંભીર અને બહાદુર પાત્રનું ચિત્રણ કરે છે. એક્ટ્રેસ ફિલ્મ માટે સફળતા પૂર્વક ઉત્સાહ ઉત્પન્ન કરે છે. આ ફિલ્મ 27 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થશે.
આરએસવીપી દ્વારા નિર્મિત ફિલ્મ તેજસમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં છે. સર્વેશ મેવાડા દ્વારા લિખિત અને દિગ્દર્શિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મ 27 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.